શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

સુરત: 11 છાત્રોની આત્મવિલોપનની ચીમકી, ભણવા માટે આત્મવિલોપન

સુરત જિલ્લાના કઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ-9ના વર્ગો શરૂ થઈ જવાની સરકાર દ્વારા મંજૂરી મળી ગયા બાદ પણ હજી સુધી વર્ગ શરૂ થયા નથી. જેને લઇને આ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. સરકાર દ્વારા જુલાઈ 2021માં શાળામાં નવમા ધોરણ ના વર્ગો શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાબતે સ્થાનિક રહીશો અને વાલીઓ દ્વારા શાળા સંચાલકોને વારંવાર રજૂઆત કરી છે કે, ધોરણ 9ના વર્ગ ઝડપથી શરૂ કરી દેવામાં આવે. જેથી કરીને એકથી આઠ ધોરણ સુધી અભ્યાસ કરતા બાળકો આગળ વધુ અભ્યાસ માટે ધોરણ નવમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ હજી સુધી તેમના પ્રશ્નો કોઈ નિકાલ આવ્યો નથી.ત્યારે કઠોદરાની સજેશન બોક્સમાં વિદ્યાર્થીઓએ આપવીતી ઠાવલતા અગ્નિસ્નાનની ચીમકી ઉચ્ચારી છે. જો કે, આ મુદ્દે સતત મિટીંગોમાં વ્યસ્ત રહેતા જિલ્લા શિક્ષણાધિકારીએ બાળકોનો સંપર્ક પણ ન કર્યો હોવાનું સામે આવ્યું છે. 

 
કઠોદરા શાળાની અંદર એક સજેશન બોક્ષ મૂકવામાં આવ્યું છે. આ બોક્સની અંદર વિદ્યાર્થીઓ કે, વાલીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો તે અંદર મૂકતા હોય છે. જેમાં મળેલા પત્ર શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકો વાંચતા હોય છે. તે મુશ્કેલીનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરતા હોય છે. આજે સવારે સજેશન બોક્સમાં જે પત્ર મળ્યો હતો. તેને લઈને ખળભળાટ મચી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જો ધોરણ નવના વર્ગો શરૂ નહીં થાય તો અમે 11 બાળકો અગ્નિસ્નાન કરી લઈશું. શાળા વ્યવસ્થાપન સમિતિ પાસે આ પત્ર પહોંચતાની સાથે જ તેમણે તાત્કાલિક અસરથી શિક્ષકો સાથે આ બાબતે ચર્ચા કરી હતી.ને બાળકોની સાથે પણ પૂછપરછ કરી હતી કે, આ પત્ર કોણે લખ્યો છે.

પત્રમાં ખૂબ જ ચોંકાવનારી બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી ગંભીર બાબત એ છે કે, બાળકો પોતે અગ્નિસ્નાન કરી લેશે. એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ મધ્યાન ભોજનમાં પણ સડેલુ અનાજ આપવામાં આવતું હોવાની વાત કરવામાં આવી છે. બાળકો આરોગ્ય શકે તેવું અનાજ પણ આપવામાં આવી રહ્યું નથી. આવા ગંભીર બાબતનો ઉલ્લેખ થયેલો પત્ર મળતાની સાથે જ શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સક્રિય થઇ ગયા હતા.