ભાજપમાં ઘરવાપસીઃ 2017માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી સસ્પેન્ડ થયેલા કમાભાઈ રાઠોડ ફરીવાર ભાજપમાં જોડાશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપે ભરતી મેળો શરૂ કર્યો છે. જેના ભાગ રૂપે કોંગ્રેસના આગેવાનો સહિત ભાજપ છોડીને ગયેલા પૂર્વ ઘારાસભ્યો અને નેતાઓને ઘરવાપસી માટેના દ્વાર ખોલી દીધાં છે. ત્યારે તાજેતરમાં જ માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી ભાઈ પટેલના ભાજપમાં પુનઋ પ્રવેશ બાદ આજે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ભાજપમાં પ્રવેશ કરશે. આ અગાઉ કોંગ્રેસના પણ કેટલાક નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે.પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ ભાજપમાં જોડાશે.2017 પહેલાં પ્રાગજી પટેલ અને કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્યો હતાં. પરંતુ 2017ની ચૂંટણીમાં ટિકીટ કપાતાં ભાજપની સામે બળવો કરીને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યાં હતાં. બીજી તરફ પ્રાગજી પટેલે 2017 દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી. પરંતુ વિરમગામ બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા તેજશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેથી પ્રાગજી પટેલ નારાજ થયા અને પક્ષ વિરુદ્ધ કામ કર્યું કરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. જેથી ભાજપે બંનેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં હતાં. હવે આ બંને નેતાઓને ફરીવાર ભાજેપ ઘરવાપસી કરાવી છે.