સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 માર્ચ 2024 (17:38 IST)

મોબાઇલની લતે યુવતીનો લીધો જીવ

સુરતમાં વિશાખા નામની 20 વર્ષની યુવતીએ મોબાઇલ ડિપ્રેશનના લીધે આત્મહત્યા કરી હતી.
 
મોબાઇલ ફોનની કુટેવ ધરાવતી 20 વર્ષીય વિશાખા રાણા નામની યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ બની ગયો છે.
 
બે મહિનાથી ડિપ્રેશનમાં હતી
સુરતના ગોપીપુરાની યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ યુવતી બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતી હતી. તે પરિવારને જણાવતી હતી કે, મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગુગલ કહે છે મરી જા. જો એને મંદિર લઇ જાય તો ત્યાં પણ મોબાઈલ દેખાતો હોવાનું કહેતી હતી
 
 ‘ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી. 15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. જે બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી