શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (11:34 IST)

સુરતમાં ભાજપનો ઠેરઠેર વિરોધ, કૌરવ યાત્રાના પોસ્ટરો લાગ્યાં

ગુજરાતમાં ચૂંટણી ટાણે ભાજપનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પાટીદાર આંદોલન બાદ ભાજપની યાત્રાનો સુરતના વિવિધ વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રાના વિરોધમાં બેનર શહેરના કાપોદ્રા, પુણા પાટીયા વિસ્તારમાં બેનર લાગતાં ભાજપીઓમાં દોડધામ મચી હતી.વિકાસ યાત્રાના વિરોધમાં લાગેલા બેનરમાં ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા કહેવામાં આવી હતી. સાથે બેનરમાં વિકાસને વિકાર કહેવામાં આવ્યો છે. આ સાથે જ બેનરમાં વઘતી મોંઘવારીનો મુદ્દો ઉંચકવામાં આવ્યો છે. સાથે પાટીદારો પર થયેલા ગોળીબાર વિષે પણ પ્રશ્નો બેનર મારફતે કરવામાં આવ્યો છે. પોસ્ટર વોર દ્વારા ભાજપની યાત્રાનો વિરોધ થતાં મુશ્કેલી વધી શકે તેમ હોય નેતાઓ સહિત ભાજપી કાર્યકરોમાં દોડધામ મચી હતી.