1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 25 જૂન 2019 (16:47 IST)

જ્ઞાનદીપ સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ

શહેરના ભટાર વિસ્તારમાં જ્ઞાનદીપ સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આગની લાગવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બહાર કાઢ્યા હતા. મોટી દુર્ઘટના બનતી ટળી હતી.
 
સુરતમાં આવેલી જ્ઞાન ગંગા સ્કૂલની બાજુમાં આવેલી ફક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોટી જાન હાની ટળી છે. જે સમયે ફેક્ટરીમાં આગ લાગી હતી તે સમયે ફેક્ટરીની બાજુમાં આવેલી જ્ઞાન ગંગા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. જોકે, આ ફેક્ટરીમા આગ લાગતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહાર કાઢી સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા. 
 
જ્યારે આ ઘટનાની જાણ ફાયર ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ફાયર ટીમ સ્થળ પર પહોંચી તે પહેલા જ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશીલા આર્કેડમાં આગની મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 20થી વધુ બાળકોના મોત થયા હતા. જો કે, આ ઘટના બાદ તંત્ર દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સધનોને લઇ સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવી હતી.