1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Surat Fit India Sunday on Cycle

સુરતમાં ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’નો જુસ્સો, મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવીએ બતાવી લીલી ઝંડી

Surat Fit India Sunday on Cycle
harsh sanghvi

harsh sangvi
 
Surat Fit India Sunday on Cycle: સુરત શહેરમાં રવિવારે ફિટનેસ, સ્વાસ્થ્ય જાગૃતિ અને નશામુક્ત સમાજનો સંદેશ આપતી ભવ્ય સાયકલ રેલી યોજાઈ હતી. ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનના 89મા સંસ્કરણ અંતર્ગત યોજાયેલી આ રેલીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 
માનગઢ ચોકથી શરૂ થઈ સાયકલ રેલી
 
રેલીનો પ્રારંભ વહેલી સવારે 6:15 કલાકે વરાછાના માનગઢ ચોક ખાતેથી થયો હતો. ‘શિક્ષક દિન’ અને **‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’**ની થીમ સાથે યોજાયેલી આ રેલીમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
 
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી સુરતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સરથાણા જકાતનાકા સ્થિત પ્રાણીસંગ્રહાલય ખાતે પૂર્ણ થઈ હતી.
 
રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા
 
આ કાર્યક્રમમાં સુરતના મેયર સહિતના મહાનુભાવો, રમતગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો.
 
મનસુખ માંડવિયાએ આપ્યો ફિટનેસ અને નશામુક્તિનો સંદેશ
 
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલ ચલાવવાથી માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ફિટનેસ અને પર્યાવરણને પણ લાભ થાય છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહેવા અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા.
 
બાળકોથી લઈને વડીલો સુધી સૌએ લીધો ભાગ
 
સાયકલ રેલીમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત હજારો લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાયકલ સવારો દ્વારા ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને નશામુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
 
સરથાણા પ્રાણીસંગ્રહાલય ખાતે રેલી પૂર્ણ થતાં સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમથી શહેરમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો હતો.
આગળનો લેખ
'બળાત્કાર અને હત્યાની ધમકી', નિશુ આઝાદે પોલીસ સુરક્ષા માંગી; પોક્સો એક્ટ હેઠળ FIR દાખલ