ભાજપ કોર્પોરેટર ગીતા રબારી વિવાદમાં સપડાયા, કોરોનાકાળમાં કર્યું બર્થ ડે પાર્ટીનું આયોજન

geetaben rabari
Last Modified શનિવાર, 6 જૂન 2020 (12:27 IST)
અત્યારે રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. દરરોજ 300 થી 500 જેટલા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સમયમાં સરકારે ઘણી પ્રકારની છૂટછાટ આપી છે પરંતુ અમુક પ્રકારના નિયમો અને સાવચેતીનું પાલન કરવું જરૂરી છે. તો જ કોરોનાને હરાવી શકાશે. ત્યારે આવા સમયે સુરતના ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી પણ વિવાદમાં આવ્યા છે. કોર્પોરેટરે કોરોના સંકટ વચ્ચે જન્મદિવસ ઉજવતાં વિપક્ષ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર કોરોનાની મહામારીના સમયે તેમણે બર્થ ડે પાર્ટીનું આયોજન કરી ઉજવણી કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે પાર્ટીમાં જમણવારની વ્યવસ્થા રાખી હતી. ત્યારે આ પાર્ટીમાં 4 એવા મહેમાન આવ્યા હતા, જેમને કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પાર્ટીના અન્ય લોકોનું શું તે વિચારવું જોઇએ.


આ પણ વાંચો :