સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (08:05 IST)

સુરતમાં વેપારીના પુત્રનું અપહરણ, માંગી 3 કરોડની ખંડણી, હેમખેમ છુટકારો

ગુજરાતના સુરતમાં ભટાર રોડ પર સ્થિત કરીમાબાદ સોસાયટીમાં રહેતા યુવકનું અપહરણ થતાં સનસની મચી ગઇ છે. યુવક સવારે જીમ જવા માટે ઘરેથી નિકળ્યો હતો અને આ દરમિયાન કૃષ્ણકુંજ સોસાયટીની સામે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકના પિતા મોટા બિઝનેસમેન છે. અપહરણકર્તાએ 3 કરોડની ખંડણીની માંગણી કરી હતી.  પોલીસે તુરંત એક્શનમાં આવી યુવા વેપારીને અપહરણકારોના ચૂંગલમાંથી છોડાવી લીધો છે. મહત્વની વાત એ છે કે, આ અપહરણના સીસીટીવી ફૂટેજ  પોલીસને મળી આવ્યા હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી યુવા વેપારીને છોડીવી દીધો 
 
સુરતના ભટાર રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા વેપારીનો પુત્ર સવારે જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન અપહરણકારોએ યુવકની બાઈકને કાર વડે ટક્કર મારી તેને પાડી દીધો હતો. અને તેનું કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા. વેપારીપુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.છે.
 
આ યુવકનું સવારે છથી સાત વાગ્યાના અરસામાં અપહરણ થયું હતું.અપહરણકર્તાઓએ 3 કરોડની ખંડણી માંગી હોવાની પણ ચર્ચા હતી. અપહરણને મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. યુવકના અપહરણ અગાઉ અપહરણકારોએ રેકી કરી હોવાનું તથા યુવકના આવવા જવા સહિતની તમામ બાબતોને અગાઉથી મોનિટર કર્યા બાદ અપહરણ કરાયું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
 
હાલ પોલીસના ડીસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે તપાસ કરી છે. અપહરણકારો એ સમગ્ર અપહરણ ૩ કરોડની ખંડણી માંગીને કર્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. યુવકનના અપહરણ બાદ પોલીસે સીસીટીવી અને અન્ય બાતમીના આધારે અપહરણકારોને ઝડપી લઈને યુવકને હેમખેમ છોડાવી લીધો. યુવાન વેપારી હોલસેલ સ્કૂલ બેગ સાથે અનેક પ્રકારની એજન્સીઓ ધરાવે છે. વ્યાપાર ધંધો સારો હોવાથી મોટી રકમ મળી આવવાની આશાએ અપહરણ કરવામાં આવયું હતું.