શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (09:59 IST)

હવે PASS કન્વીનર અલ્પેશ કથીરિયાનો વારો, Video વાયરલ

ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે ઘટવા લાગ્યા તો બીજી તરફ પોલીસ સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે નાઇટ કરફ્યુંનું કડકાઇપૂર્વક અમલ કરાવી રહી છે. જોકે તેમછતાં લોકો પાર્ટી, ડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરી લોકોની ભીડ એકઠી કરી કોરોનાને નિમંત્રણ આપી રહ્યા છે. 
 
પોલીસે જણાવ્યું કે એક લોકસંગીત કાર્યક્રમમાં લોકોની ભીડ એકત્રિત થતાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં સુરતમાં પાસ કન્વીનર અલેપ્શ કથેરિયા પોતાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરે છે અને આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇને ડીઝેના તાલે નાચી રહ્યા છે.  
 
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો દસ મિનિટનો છે. આ વીડિયો રાત્રે 12 વાગ્યાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચર્ચા છે કે ગુજરાતમાં રાત્રે નવ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુંની જાહેરાત કરવામાં આવી છે તેમછતાં આ પ્રકારની પાર્ટીનું આયોજન ક્યાંકને ક્યાંક પોલીસની બેદરકારી તથા વહિવટીતંત્રની ઢીલ જવાબદાર છે. જો આ દરમિયાન કોરોનાના કેસ વધે છે તો લોકોની સાથે-સાથે સરકારને પણ એટલી જ જવાબદાર ગણવી જોઇએ. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની ગાઇડલાઇનનું ફક્ત સામાન્ય જનતાને જ પાલન કરાવવામાં આવે છે. તો બીજી તરફ નેતા અને રાજકીય વર્ચસ્વવાળા લોકોને નાઇટ કરફ્યું તથા સોશિયલ ડિસ્ટેંસની કોઇ ચિંતા નથી.