1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (18:02 IST)

ટંકારા નગરપાલિકા બનશેઃ જ્ઞાનજ્યોતિ પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકેત આપ્યો

Dayanand Saraswati
-નવનિર્મિત ઓવરબ્રીજનું નામ દયાનંદ સરસ્વતી રખાયું
-ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાના સંકેતો
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન
 
મોરબી: સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાનો સંકેત આપી સમય આવ્યે ટંકારાને નગરપાલિકા બનાવી દેશું તેવું જણાવતા ટંકારાના નગરજનોમાં ખુશીની લહેર છવાઈ છે. યુગપુરુષ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મજયંતીની ટંકારાના કરશનજીના આંગણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ ટંકારાના મહેમાન બન્યા છે. 
 
ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાના સંકેતો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાના સંકેતો આપ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટંકારાના સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તેમજ અન્ય આગેવાનો દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાને નગરપાલિકા આપવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જે બાબતે સરકાર ગંભીરપણે વિચારણા કરી રહી છે અને ટેક્નિકલ બાબતોના અભ્યાસ બાદ ટંકારાને નગરપાલિકા બનાવી દેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીના હકારાત્મક વલણને પગલે વિકાસ ઝંખતા ટંકારા શહેરના લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.
 
નવનિર્મિત ઓવરબ્રીજનું નામ દયાનંદ સરસ્વતી રખાયું
મુખ્યમંત્રીએ સભાને સબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાત યુગપુરુષ અને મહાપુરુષોની ભુમી છે. ભાલકા તીર્થ અને રામ વનવાસનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં કર્યો હતો. ટંકારાના વિકાસ માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે. ટંકારા ખાતે નવનિર્મિત ઓવરબ્રીજનું નામ દયાનંદ સરસ્વતી આપવામાં આવ્યું છે. ટંકારામાં નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે તેવું કહેતા જ લોકોએ તાળીઓના ગડગડાટથી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.
 
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન
મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત રાજ્યપાલે સંબોધન કર્યું હતું. આર્ય સમાજ પોતાના પ્રારંભ કાળથી ભારતના ઉત્થાનનું કાર્ય કરતો આવ્યો છે. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન આજ દિવસ સુધી કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજ, દલિત સમાજના લોકોને આગળ લઈ આવવાનું કામ કાજ કર્યું છે. માનવ માનવમાં રહેલા ભેદને દૂર કરવામાં આવ્યું છે. વેદોની પુનઃ સ્થાપનાનું કામ પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવ્યું છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન