પોલીસ તપાસથી બચવા માટે કોંગ્રેસ ઉમેદવારે આત્મહત્યાની કોશિશ કરી
હૈદારાબાદ નિકટ આવેલ કોમપલ્લીમાં તેલંગાના કોંગ્રેસના ઉમેદવારના ઘરમાં પોલીસ તપાસથી વચવા માટે આત્મદાહની કોશિશ કરી. જો કે ગજવાલ વિધાનસભા ક્ષેત્રથી તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે. ચંન્દ્રશેખર રાવ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરેલા બંટેરૂ પ્રતાપ રેડ્ડીએ પોલીસની ડ્યુટીમાં અવરોધ નાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી.
સાઈગરાગાદ પોલીસના મુજબ ચૂંટણી પંચને ટીઆરએસ નેતાઓ તરફથી આજ સવારે એક ફરિયાદ મળી હતી કે રેડ્ડી અને તેમના સમર્થક પોતાના કોમપલ્લી રહેઠાણ પર લોકોને પૈસા વહેંચી રહ્યા છે. જ્યારબાદ ચૂંટણી પંચના આદેશ પર બાલાનગરના ડીએસપી પદ્મજાના નેતૃત્વમાં ટીમ તેમના ઘરની તાપસ કરવા માટે પહોંચી.
રેડ્ડી અને તેમના પરિવારના સભ્યોએ પોલીસ ટીમને ઘરમાં ઘુસવાની ના પાડી દીધી. તેમણે આ આરોપ લગાવ્યો કે પોલીસ તલાશીના નામ પર કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે પોલીસને કહ્યુ - એવી માહિતી છે કે ગજવાલના ઇકટ એર્રાવલીમાં કે. ચન્દ્રશેખર રાવના ફાર્મ હાઉસ પર મોટી સંખ્યામાં પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. હુ તમને લેખિત ફરિયાદ આપુ છુ. શુ તમારી પાસે હિમંત છે કે તમે તેમના ફાર્મ હાઉસની તપાસ કરી શકો ?
તેમણે કહ્યુ કે તેઓ કે. ચન્દ્રશેખર રાવ વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે તેથી મુખ્યમંત્રી પોલીસને ઉપસાવી રહી છે કે તેઓ માનસિક અને શારીરિક રૂપે પરેશાન કરે. જો કે પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ચૂંટણી પંચના ઈશારે પોતાની ડ્યુટી ભજવી રહી છે.