મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 17 એપ્રિલ 2022 (13:10 IST)

જેલમાંથી બહાર આવતા જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરી મોટી જાહેરાત

જેલમાંથી બહાર આવતા જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરી મોટી જાહેરાત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેલમાંથી છુટ્યા બાદ પણ યુવાનો માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે. યુવરાજસિંહે નવા સંગઠનની જાહેરાત કરી છે. 'યુવા નવનિર્માણ સેના' નામના સંગઠનની જાહેરાત કરી છે. 
 
આ બિન રાજકીય સંગઠન રહેશે તેવો યુવરાજસિંહે દાવો કર્યો છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ AAP છોડે તેવા સંકેત આપ્યા છે. યુવરાજસિંહે સૂચક નિવેદન આપતા કહ્યું કે, યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએ. 

 
યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લાદવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.