રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 16 એપ્રિલ 2022 (21:45 IST)

રાજ્યની કાયદા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારે અવ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદો કાયદાનું કામ કરશે.

harsh sanghav
શહેરમાં ઠેરઠેર હનુમાન જન્મોત્સવનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી  સુરતના શેત્રફળ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમને ખંભાતમાં બુલડોઝર ચલાવવાની શરૂઆત કરવાના મુદ્દે પૂછવામાં આવ્યું હતું. હર્ષદ સંઘવીએ કહ્યું કે ગુજરાત માત્ર વિકાસથી જ આગળ વધી શકશે. રાજ્યમાં કોઈપણ તહેવાર અને ગુજરાતી તરીકે ઉજવવો જોઈએ. રાજ્યની કાયદા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારે અવ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદો કાયદાનું કામ કરશે. 
 
 ખંભાતમાં ઉત્તર પ્રદેશની અને મધ્યપ્રદેશની માફક બુલડોઝર ફરવાના શરૂ થયા છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક કાર્યક્રમોમાં ખલેલ પહોંચાડવા કે અન્ય કેટલાક પ્રસંગો એક કાયદો-વ્યવસ્થા તોડતા તેમની સામે રાજ્ય સરકાર દ્વારા કડકાઈથી કામગીરી કરે છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પથ્થરબાજી કરનારા અસામાજિક તત્વોના રહેણાંક વિસ્તારમાં સરકાર દ્વારા બુલડોઝર ફેરવીને તેમની સંપત્તિઓ દૂર કરી દેવામાં આવી છે. એ જ રસ્તે જાણે ગુજરાત, પણ આગળ વધતું હોય તેવું લાગે છે. 
 
 ખંભાતમાં રામ નવમીના દિવસે જે પથ્થરમારાની ઘટના બની છે તેને લઈને હવે રાજ્ય પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં સરકાર દ્વારા બુલડોઝર ફેરવવા ના શરૂ કરાયા છે. અસામાજિક તત્વોને ડામવા માટે અહીં ગેરકાયદેસર રીતે દબાણ કરનારાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યભરમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. રામ નવમી ની બનેલી ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો તેવી રીતે ગુજરાતમાં પણ અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે ચલાવવું જોઇએ પ્રકારની માંગ ઉઠી હતી. 
 
 હર્ષ સંઘવી એ કહ્યું કે ગુજરાતે વિકાસ માટે દેશમાં એક મોડલ સ્વરૂપ છે. અહીં કોઈ પણ પ્રકારે કાયદો વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે સખત પગલાં લેવાશે. ગેરકાયદેસર રીતે દબાણ કરવું કે પથ્થરમારો કરવો આ પ્રકારની ઘટના ને ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતમાં દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા જોઈએ. કાયદો-વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.