સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદઃ , શનિવાર, 8 જુલાઈ 2023 (15:10 IST)

કચ્છમાં BSFનો કર્મચારી પાકિસ્તાન હેન્ડલરને દેશની ગુપ્ત માહિતી મોકલતો, ATSએ દબોચ્યો

Gujarat ATS
ગુજરાત ATSએ ભૂજના નિલેશ બડિયા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
 
આરોપીના મોબાઇલની FSL તપાસમાં હકીકત સામે આવી
 
 દેશની ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોહ હેઠળ કચ્છમાંથી ગુજરાત ATS દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા ભૂજમાંથી નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભૂજનો નિલેશ બડીયા નામનો શખ્સ પાકિસ્તાનના હેન્ડલરને ગુપ્ત માહિતી આપતો હતો. તેમજ નિલેશ કચ્છ BSF યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો. પાકિસ્તાનને  માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો. 
 
આરોપીના મોબાઇલની FSL તપાસમાં હકીકત સામે આવી
તપાસ દરમિયાન ગુજરાત ATS ને જાણવા મળ્યું છે કે, નિલેશ અગાઉ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. જે પછી હનીટ્રેપમાં ફસાયા બાદ BSFની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. તે અદિતિ નામની બનાવટી પ્રોફાઈલની મદદથી માહિતી મોકલતો હોવાની વિગતો પણ સામે આવી છે. હાલમાં ગુજરાત ATS એ તમામ તપાસ હાથ ધરી છે અને આરોપીના મોબાઇલની FSL તપાસમાં હકીકત સામે આવી છે. આરોપી સામે ઓફીસીયલ સીક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સમગ્ર ઘટના મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.