1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (13:24 IST)

ભાવનગરમાં નદીમાં ડૂબી જતાં યુવકનું મોત, પરિવાર પર આફત તૂટી પડી

drowned
રાજ્યભરમાં ગરમીએ ભારે જોર પકડ્યું છે. ત્યારે યુવાનો કેનાલ, દરિયા કિનારે અને તળાવમાં ન્હાવા જતા હોય છે. ત્યારે મોજ મસ્તી ભારે પડી જતી હોય છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં એક યુવક નદી ડૂબી જતાં મોત નિપજ્યું છે. ભાવનગરની સુકાવો નદીમાં યુવક ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં શોક માહોલ સર્જાયો છે.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરની સુકાવો નદીમાં પશુ ચરાવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. બળદ યુવકને પાણીમાં ખેંચી જતા તે ડૂબવા લાગ્યો હતો. નાના ભાઈની નજર સામે જ મોટાભાઈનું મોત થયું છે. 
 
આ ઘટનામાં યુવક ડૂબી જતાં મોતને ભેટતાં યુવકના પરિવાર પર હાલ આફત આવી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે તો બીજી તરફ કેનેડામાં વસતા ગુજરાતીઓ માટે શોકિંગ સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના બે યુવાનો કેનેડાના દરિયામાં ડૂબ્યા હતા. પગ લપસતા એક ભાઈ દરિયામાં ડૂબ્યો હતો. તો ડૂબતા ભાઈને બચાવવા જતા બીજો ભાઈ પણ દરિયામાં કૂદ્યો હતો. જેમાં એક ભાઈનું મોત નિપજ્યુ છે.