મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 26 જુલાઈ 2024 (18:25 IST)

હાઈકોર્ટે સરકારને કહ્યું, સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેક કરવા કહ્યું અને તમે તાળા મારી દીધા

રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, ફાયર સેફ્ટી નહીં હોવાથી તંત્રએ પ્રી સ્કૂલો બંધ કરાવી દીધી છે અને કોઈ નોટીસ કે સમય આપવામાં આવ્યો નથી. સરકારે પણ ફાયર સેફ્ટીનો અમલ થાય તે માટે કોઈ જાહેરનામું કે સૂચનાઓ જાહેર કરી નથી. તમને સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓની તપાસ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. તંત્રએ વધારે પડતા પાવરનો ઉપયોગ કરવો નહીં. કોર્ટે આદેશ કર્યો એટલે તરત વધુ પડતા કડક એક્શનમાં આવ્યાં છો.અમે અમે તમને સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અમલ કરાવવા કહ્યું હતું સ્કૂલો બંધ કરાવવા નહીં. 
 
રાજ્યમાં કોઈ સ્કૂલ બંધ કરાવવામાં આવી નથી
સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટને કહ્યું કે, રાજ્યમાં કોઈ સ્કૂલ બંધ કરાવવામાં આવી નથી. અમે કોઈ શાળાને બંધ કરવા કહ્યું નથી. ફાયર સેફ્ટી મુદ્દે કોઈ શાળાઓ બંધ કરાશે નહીં. જે શાળાની વાત છે તેની છત ઉપર મોટી ટાંકી રહી ના શકે, જેથી સુરક્ષા માટે નીચે સિન્ટેક્સની ટાંકી મૂકવા કહ્યું હતું. સમજણમાં કોઈ ભૂલ થઈ લાગે છે. અમે ફક્ત શાળાઓમાં ફાયર સેફ્ટી ઝડપથી લાગે તે માટે પ્રયત્ન કરીએ છીએ. કોર્ટે 
 
ફાયર સેફ્ટીનાં પગલાં લો પણ વધુ પડતી કાર્યવાહી યોગ્ય નથી
કોર્ટે કહ્યું હતું કે, અધિકારીઓ બેસીને એક ગાઈડલાઈન બનાવે અને તેનો અમલ કરાવે.તમને એક સમયગાળામાં શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે. તેના ઓથા હેઠળ સ્કૂલ સીલ કરવાનાં પગલાં લેવાય નહિ. સ્કૂલોને ફાયર સેફ્ટી અંગે યોગ્ય સૂચનાઓ આપો. પ્રિ-સ્કૂલ દિવસે ચાલતી હોય છે.નાનાં બાળકોનાં માતા-પિતા નોકરિયાત હોય છે. આ સ્કૂલો રહેણાક મકાનમાં ચાલતી હોય છે. તમે ત્યાં ફાયર સેફ્ટીનાં પગલાં લો પણ વધુ પડતી કાર્યવાહી યોગ્ય નથી.