બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (13:55 IST)

અમદાવાદ મેડિકલ એસો.એ હાઇકોર્ટમાં BU પરમિશન વગરની 44 હોસ્પિટલ ને રાહત મળે તે માટે કરેલી અરજી કોર્ટે ફગાવી,

રાજ્યમાં  અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં બિલ્ડરો અને અધિકારીઓ ની બેદરકારી ના કારણે  નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે આ આગ ના બનાવ મોટા ભાગે કોર્મસીયલ બિલ્ડીંગ અને હોસ્પિટલમાં બન્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ બનાવ ની જગ્યા એ ક્યાંક ફાયર સેફ્ટી નો અભાવ હોય છે તો ક્યાંય બિલ્ડીંગ ને ગેરકાયદેસર ઉભી કરવામાં આવી હોવાથી ત્યાં ઇમરજન્સી એક્ઝિટ જેવી સુવિધાઓ નથી હોતી.

અમદાવાદ, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યાએ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં કોઈક હોસ્પિટલમાં ફાયર NOC ન હતી તો કોઈ હોસ્પિટલમાં જોડે BU પરમિશન ન હતી આવી બેદરકારી ના કારણે નિર્દોષ વ્યક્તિ ઓએ જીવ ગુમાવવા પડ્યા છે હાઇકોર્ટ માં ફાયર NOC અને BU પરમિશન અંગે થયેલી અરજી ની સુનવણી માં હાઇકોર્ટ એ સ્પષ્ટ આદેશ કર્યા છે કે શાળા, હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડીંગ જોડે ફાયર NOC ન હોય અને BU પરમિશન ન હોય તો તેને તાત્કાલિક સિલ કરો .જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.ત્યારે અમદાવાદ મેડિકલ એસો.એ અમદાવાદ ની 44 હોસ્પિટલ ને BU પરમિશન ની મુદત માટે રાહત આપવામાં આવે તે માટે હાઇકોર્ટ માં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે એ આ અરજી ફગાવી દીધી છે. કોર્ટ હોસ્પિટલમાં માં દાખલ દર્દીઓને બીજે સારવાર માટે ખસેડવા માટે કોર્પોરેશન ના આદેશ  2 વિક નો  સ્ટે આપ્યો છે જોકે કોર્ટ એ એ પણ નોંધ્યું છે કે આ 2 વિક ના સમસગાળા દરમિયાન  તમામ 44 હોસ્પિટલ એ bu પરમિશન મેળવી પડશે નહિ તો કોર્પોરેશન તેની સામે કાર્યવાહી કરશે.