1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (10:18 IST)

ગોધરાકાંડનો મુખ્ય આરોપીની 19 વર્ષની બાદ ધરપકડ, સ્ટેશન પર કરતો હતો મજૂરી

ગુજરાતના બહુચર્ચિત ગોધરા કાંડનો એક મુખ્ય આરોપી આરોપી રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. જેની પોલીસે ગોધરાથી ધરપકડ કરી છે. રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્લી સહિતના શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફ્રુટનો ફેરિયો બનીને સંતાતો ફરતો હતો. જે ગોધરામાં તેના પરીવારજનોને મળવા આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
 
પંચમહાલ પોલીસ અધિક્ષક લીના પાટિલે કહ્યું કે 51 વર્ષીય રફીક ભટુક ઇમરાન થોડા દિવસ પહેલા ગોધરા આવ્યો હતો. રફીક હુસેન ભટુક ઇમરાન મસ્જિદ પાસે આવેલા ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં SOG અને પોલીસની ટીમે દરોડા પાડ્યા અને જ્યાંથી આરોપી ભટુકને દબોચી લીધો હતો. જે 19 વર્ષથી દિલ્લી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરાકાંડમાં 59 કારસેવકોના મોત થયા છે. ત્યારબા ગુજરાતમાં મોટાપાયે સાંપ્રદાયિક રમખાણો થયા છે. રફીક હુસૈન તે કોર ગ્રુપનો હિસ્સો હતો જેણે ગોધરાકાંડનું કાવતરું ઘડ્યું હતું. ગોધરાકાંડમાં ટ્રેનના કંપાર્ટમેન્ટને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડને ભડકાવવી અને આખા કાવતરાની બ્લૂપ્રિન્ટ બનાવવામાં રફીક હુસૈનનો મોટો હાથ હતો.  આરોપી દિલ્હીથી પોતાના પરિવારજનોને મળવા ગોધરા આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી