ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (16:40 IST)

ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે, જાણો ક્યા ક્યા વરસશે મેહુલો

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 399  મી.મી. એટલે કે 16  ઇંચ જેટલો, વાપીમાં 200  મી.મી. એટલે કે આઠ ઈંચ,માંગરોળમાં 129  મી.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. 
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ 1  સપ્ટેમ્બર 2021ને સવારે 6.૦૦ કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં 96 મી.મી.,વઘઈમાં 90  મી.મી., ડેડિયાપાડામાં 88 મી.મી.,ધ્રોલમાં 86  મી.મી.,કઠલાલમાં 83  મી.મી., મેંદરડામાં 8 1   મી.મી.,કપરાડામાં 79  મી.મી., વડગામ, નડિયાદમાં 76 મી.મી. અને બગસરામાં 75મી.મી. મળી કુલ 10 તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
 
 રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ તો રહેશે સાથે જ બીજી લો પ્રેસર સિસ્ટમ સર્જાતાં હજુ 10 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે જેનો સીધો ફાયદો ખેડૂતોને મળે તેમ છે કારણ કે હજુ પણ ગુજરાતમાં 42% વરસાદની ઘટ જોવા મળી રહી છે જેમાં ઘણા તાલુકામાં હજુ પણ સારા વરસાદની જરૂર છે.7 સપ્ટેમ્બરે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશેરાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં સારા વરસાદના એંધાણ હવામાને આપ્યા છે. ખેડૂતો માટે રાહતમાં

સમાચાર એ છેકે સપ્ટેબરમાં ગુજરાતમાં ચોમાસુ જામશે અને 7 સપ્ટેમ્બરે વધુ એક વરસાદી સિસ્ટમ બની રહી છે તેવા આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ આવેલા વરસાદથી વરસાદની ઘટમાં ઘટાડો થયો છે રાજ્યમાં હજી 42 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ કરી દેવામાં આવી છે.
 
ક્યા જિલ્લામાં વરસાદ સારો રહેશે
 
48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઅમદાવાદ,ગાંધીનગર,વડોદરા,નડિયાદમાં મધ્યમ વરસાદખેડા,સાબરકાંઠા,મહેસાણા,પાટણ,બનાસકાંઠા,અરવલ્લી સામાન્ય વરસાદગીરસોમનાથ,પોરબંદર,જામનગર,દ્વારકા,ભાવનગરમાં ભારે વરસાદની આગાહી નવસારી,સુરત,ડાંગ,તાપી,દીવ,દાદરનાગરમાં ભારે વરસાદની આગાહી અત્યાર સુધી કેટલો વરસાદહવામાન વિભાગના આકાડા અનુસાર રાજ્યમાં કુલ 48.65 ટકા વરસાદ નોંધાયો છે જેમાં 16 તાલુકાઓમાં 40 ઇંચ કરતા વધુ વરસાદ, 36 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો તો 124 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત 62 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ તો બાકી રહેલા 13 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જેથી દુષ્કાળની ભીતિ નહિવત જોવા મળી રહી છે. સામે ખેડૂતોના બળી રહેલા પાકને નવજીવન મળ્યું છે અને નદી અને ડેમમાં નવા નીરની આવક થતાં પીવાના પાણી અને સિચાઈના પાણીનો વિકટ પ્રશ્ન સોલ્વ થતો જણાઈ રહ્યો છે.