1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2023 (08:02 IST)

અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું

cold
આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે
 
એસઇઓ અધિકારીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ચાર, ભરૂચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. શાહે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે ઘણા લોકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું.
 
ગુજરાતના 61 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 1.6 ઈંચ તો પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ વરસ ખાબક્યો છે. આ સાથે ઉનામાં 0.66 ઈંચ, સૂત્રાપાડામાં 0.59 ઈંચ, કેશોદમાં 1.14ઈંચ અને ખાંભામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલ કમોસમી માવઠું હજી પણ અનેક વિસ્તારોમાં યથાવત છે.