સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (14:41 IST)

શું જમાનો આવ્યો છેઃ વડોદરાની 24 વર્ષની યુવતી પોતાની સાથે જ લગ્ન કરશે, હનિમૂન પર પણ જશે

marriage with her self
ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, જેના કારણે આ દિવસને લોકો ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે. પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે, ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેમના આ લગ્ન રીતિ રિવાજ અને ફેરાથી લઇને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે. પરંતુ તેમાં બસ વરરાજા નહીં હોય.

આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે, હું ક્યારેય લગ્ન કરવા માંગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માંગતી હતી. જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પુરૂ પાડવાવાળી પહેલી છોકરી છું.પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી ક્ષમા કહે છે કે, નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે, મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, પણ હવે તે સ્વપ્નને હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે. પરંતુ, હું કહેવા માંગુ છું કે, મહિલાએ પણ મહત્વ રાખે છે. લોગ એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ વિવાહ કરવા જઇ રહી છું.

મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે. પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંધુર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યાં પછી એક પંડિત મળ્યા છે. એમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે. વેબસિરિઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માંગુ છું, પણ પત્ની બનવા માંગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ.ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશિર્વાદ પણ આપ્યા છે. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તરમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયા સુધી રહેશે.