શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 જૂન 2022 (12:06 IST)

લગ્નના સાત ફેરા ફરશે, હનીમૂન પણ...પરંતુ વરરાજા નહી હોય, ગુજરાતની છોરી પોતાની સાથે કરશે લગ્ન

Gujarat bride Kshama Bindu is ready to marry herself
અન્ય દુલ્હનોની જેમ 24 વર્ષની ક્ષમા બિંદુ 11 જૂને લગ્નની તૈયારી કરી રહી છે. પોતાના લહેંગા, જ્વેલરી ખરીદી કરી છે પાર્લર પણ બુક થઈ ગયું છે. તે મંડપમાં દુલ્હન બનીને બેસવા તૈયાર છે. જો કે, તેમની સાથે ફેરા લેવા માટે કોઈ વર હશે નહીં. તમને નવાઈ લાગશે કે જો વરરાજા નહીં હોય તો તે કોની સાથે ફેરા લેશે? હકિકતમાં ક્ષમા કોઈ યુવક સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
 
તે અવિશ્વસનીય લાગે છે, પરંતુ ફેરાથી લઈને પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવા અને સિંદૂર પહેરવા સુધી, લગ્નમાં બધુ જ હશે પરંતુ વરરાજા નહીં હોય અને ના તો મોટો વરઘોડો હશે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ સ્વ-લગ્ન અથવા એકલ વિવાહ છે.
કન્યા બનવું હતું પણ લગ્ન કર્યા નહોતા
ક્ષમાએ કહ્યું કે 'હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ હું દુલ્હન બનવા માંગતી હતી. તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.  તેણે ઓનલાઇન શોધ કરી કે શું કોઇ દેશમાં કોઇ મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા, પરંતુ કોઇ મળી નહી. તેણે કહ્યું, 'કદાચ હું દેશની પહેલી છોકરી છું જેણે આત્મ-પ્રેમનું ઉદાહરણ બેસાડ્યું.'
 
એક ખાનગી પેઢીમાં કામ કરતી ક્ષમાએ કહ્યું, 'સ્વ-લગ્ન એ પોતાની જાતને અને પોતાના માટે બિનશરતી પ્રેમ રાખવાની પ્રતિબદ્ધતા છે. આ આત્મ-સ્વીકૃતિનું કાર્ય પણ છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરું છું અને તેથી જ હું મારી સાથે પણ આ લગ્ન કરી રહી છું.
 
ક્ષમાએ કહ્યું કે કેટલાક આત્મ-વિવાહને અપ્રાસંગિક ગણી શકે છે. 'પરંતુ હું ખરેખર જે ચિત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છું તે એ છે કે સ્ત્રીઓ મહત્વપૂર્ણ છે.' તેમના માતા-પિતા ખુલ્લા મનના છે અને તેમના લગ્ન માટે તેમના આશીર્વાદ આપ્યા છે.
 
ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે. લગ્નમાં લેવા માટે મારી પાસે પાંચ પ્રતિજ્ઞા લખી છે. અને આ હજુ પુરૂ થયું નથી. લગ્ન બાદ તે હનીમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પસંદ કર્યું છે જ્યાં તે બે અઠવાડિયા રોકાશે.