સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 24 મે 2022 (16:12 IST)

77 વર્ષની દુલ્હન અને 23 વર્ષનો વર: મહિલાનો પૌત્ર પણ તેના પતિ કરતા 3 વર્ષ મોટો, 54 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કરવા બદલ થયા ટ્રોલ

bride and groom
. એક મહિલાના પુત્રનું લગભગ સાત વર્ષ પહેલા અવસાન થયું હતું. લોકો અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. મહિલા પણ ત્યાં હતી. અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે 17 વર્ષનો એક છોકરો પણ ત્યાં આવ્યો હતો. સ્ત્રીને છોકરો ગમ્યો અને છોકરાને આ સ્ત્રી ગમી. બંનેને  આંખો ચાર થઈ.  પ્રેમ બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. પરિવાર અને સમાજ જ નહીં, દુનિયામાં બંને વિશે ઘણુ ખરાબ ખરાબ કહેવામાં આવ્યુ, પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આજે બંને છ વર્ષથી પરિણીત જીવન જીવે છે અને ખૂબ જ ખુશ છે.
 
આ કોઈ ફિલ્મીસ સ્ટોરી નથી પણ વાસ્તવિકતા છે.  આટલે સુધીની માહિતીએ તમને આશ્ચર્યચકિત કર્યા હશે, પરંતુ અમે આગળ જે જણાવવા જઈ રહ્યા છીએ તે ચોક્કસપણે તમને આશ્ચર્યચકિત કરશે. વાસ્તવમાં મહિલાનું નામ અલ્મેડા છે. તે અમેરિકાની રહેવાસી છે અને હાલમાં તેની ઉંમર 77 વર્ષની છે. હા, તમે તે સાચું વાંચ્યું છે, અલ્મેડા હાલમાં 77 વર્ષના છે. રાહ જુઓ, ક્લાઈમેક્સ આવવાનો બાકી છે. અલ્મેડાએ લગ્ન કરેલા છોકરાનું નામ ગેરી હાર્ડવિક છે અને તે અત્યારે માત્ર 23 વર્ષનો છે.
 
કોઈ કંઈ પણ બોલે ફરક નથી પડતો 
 
બંનેની વયમાં 54 વર્ષનો ફરક જોતા આ બંનેના ઘર પરિવાર, નાતા સંબંધીઓ અને મિત્રો યાર જ નહી સમાજ અને દુનિયાભરમાં લોકો તેની બુરાઈ કરી રહ્બ્યા છે.  ખાસ કરીને અલ્મેડાને વધુ નિશાન બનાવવામાં આવી રહી છે કે તેણે એક છોકરાનુ જીવન બરબાદ કરી નાખ્યુ. જો કે અલ્મેડા અને ગૈરી ને આનાથી કોઈ ફરક નથી પડતો કે કોણ શુ કહે છે.  આ બંને તો પોતાના પ્રેમની મસ્તીમાં મસ્ત છે અને છેલ્લા 6 વર્ષથી સુખી વૈવાહિક જીવન જીવી રહ્યા છે. આગળ પણ આનાથી પણ સારી લાઈફ જીવવાનો તેમનો ઈરાદો છે. 
લગ્ન પછી અલ્મેડાના ઘરમાં રહેવા લાગ્યો ગૈરી 
 
આ મામલો 2015નો છે. જ્યારે અલ્મેડાના પુત્રનુ મોત થયુ હતુ. તે અંતિમ સંસ્કારમાં સામેલ થવા ગઈ હતી. તેમા ગૈરી હાર્ડવિક નામનો યુવક પણ  સામેલ થયો. અલ્મેડા અને ગૈરીને અહી જ પ્રેમ થયો અને પછી 15 દિવસ બાદ બંનેયે લગ્ન કરી લીધા. ત્યારબાદ ગૈરી અલ્મેડાના ઘરમાં જ રહેવા લાગ્યો.