શનિવાર, 13 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2024 (09:41 IST)

ગુજરાતથી અયોધ્યા માટે આ ટ્રેન, આસ્થા' ટ્રેન, જાણો કઇ તારીખથી ટ્રેન ઊપડશે

Gujarat to Ayodhya is Aastha' train
Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા 5 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જે સંબંધિત સ્ટેશનથી અયોધ્યા જશે. આ અંગે ખુદ રેલ્વે રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી માહિતી આપી છે. આ તરફ 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડ્શે. મહત્વનું છે કે, આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. 
 
રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે X પર લખ્યું કે, આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ન ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે. 
 
ટ્રેન 01: ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ 03 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
ટ્રેન 02: ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ 09 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે 
ટ્રેન 03: રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
ટ્રેન 04: અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ,  તારીખ 10 ફેબ્રુઆરી 24 થી ટ્રેન શરૂ થાય છે
ટ્રેન 05: સુરત-અયોધ્યા-સુરત, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે