ભાદરવી પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં હજારો ભક્તો ...
ભાદરવી પૂર્ણિમાંના પાવન અવસરે વહેલી સવારથી હજારો ભાવિકોની ભારે ભીડ સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પર જોવા મળી હતી. ભારે ભીડ સાથેની લાંબી છપ્પનસીડીથી સુદામા સેતુ સુધી જોવા મળી હતી. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા
કતારો ભાદરવી પૂર્ણિમાંની સાથોસાથ તેમજ ચંદ્રગ્રહણ હોય સવારે ૬:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી જ જગતમંદિરમાં શ્રીજીના દર્શન ખૂલ્લા રહયા હોય મંદિર ખૂલવાથી દર્શન બંધ થયા ત્યાં સુધી ભાવિકોની સતત ભીડ જોવા મળી હતી.
આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલા આ મેળામાં દેશભરમાંથી લાખો ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. આ યાત્રા દરમિયાન ભક્તોને રસ્તામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ખાસ કરીને લાંબા અંતરની પદયાત્રાથી પગમાં થતી સમસ્યાઓ જેવી કે છાલા, દુખાવો અને થાક. આવી પરિસ્થિતિમાં, રતનપુર દાંતા ખાતે છેલ્લા 18 વર્ષથી કાર્યરત જય જલિયાણ સેવા કેમ્પ યાત્રીઓ માટે અનોખી સેવા પૂરી પાડી રહ્યું છે, જેમાં ખાસ કરીને જીન્સના કાપડમાંથી બનાવેલા વિશેષ મોજાં યાત્રીઓને આપવામાં આવે છે.