ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (08:54 IST)

પોર્ન ફિલ્મ જોઇ દારૂના નશામાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ, એક બાળકીની હત્યા બાદ તેની લાશ સાથે ગુજાર્યો બળાત્કાર

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ માસૂમ બાળકીઓ સાથે બળાત્કાર તથા એક બાળકી સાથે બળાત્કારહત્યા કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે દારૂ પીધા બાદ તે મોબાઇલમાં પોર્ન ફિલ્મો જોતો હતો અને ત્યારબાદ ઘટનાને અંજામ આપતો હતો. 
 
આરોપી વિજા પોપટ ઠાકોરે લગભગ 10 દિવસ પહેલાં એક પાંચ વર્ષીય બાળકી અને બે દિવસ (4-5 નવેમ્બર)માં બે બાળકીઓ સાથે રેપ તથા એક બાળકીની હત્યા-રેપની વાત કબૂલ કરી છે. આરોપીએ જણાવ્યું કે આ બાળકીને ગટરમાં ફેકતાં પહેલાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીની માનસિક સ્થિતિ જોતાં પોલીસને આશંકા છે કે તેને બીજી ઘણી બાળકોએ પોતાનો શિકાર બનાવી હશે. હાલ આરોપી સાથે પૂછપરછ ચાલી રહી છે. 
 
લગભગ ચાર દિવસ પહેલાં રાંચરડા ગામની સીમમાંથી એક પાંચ વર્ષની બાળકીના અપહરણ અને રેપનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ આગામી બિજા દિવસે ખાત્રઝ ચોક પાસેથી ત્રણ વર્ષીય બાળકીના અપહરણ બાદ તેની સાથે દુર્ષકર્મ અને હત્યાનો કેસ દાખલ કર્યો હતો. બાળકીની લાશ એક નાળામાંથી મળી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગાંધીનગર પાસે સ્થિત એક ગામમાં લગભગ 10 દિવસ પહેલાં પણ એક 5 વર્ષની બાળકી સાથે દુર્ષ્કર્મ કરવાની વાત કબુલી છે. ગાંધીનગર પોલીસે આ કેસની તપાસ કરી રહી હતી. 
 
ગાંધીનગરની આસપાસ થઇ રહેલા આ જઘન્ય ઘટનાઓને ગંભીરતાને જોતાં આઇપીજી અભય્ય ચૂડાસમાના નિર્દેશ પર આરોપીની શોધખોળ માટે 12 ટીમો બનાવી હતી. તેમાંથી 6 ટીમો ઘટનાવાળી જગ્યાથી લઇને દૂર દૂર સુધીના સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી હતી. બાકી ટીમો ખૂણે ખૂણો શોધી રહી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ જોવા મળતાં પોલીસ આરોપી સુધી પહોંચી.