બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (15:53 IST)

બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટના

સાઈકો કિલરએ બે દિવસમાં ત્રણ બાળકીની દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી  મૃતદેહ ગરનાળામાં ફેંકી દીધું. 
 
ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટના બની. ત્યારે આ ત્રણેય બાળકી પર દુષ્કર્મ એક નરાધમે જ કર્યું હતું, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ રાંચરડા ગામની સીમમાંથી એક પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો તથા ખાત્રજ ચોકડી ખાતેથી એક ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ખૂન કર્યા બાદ તેના પર દુષ્કર્મ કરી મૃતદેહ ગરનાળામાં ફેંકી દેનારો સાઈકો કિલર વિજય પોપટજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટૂંકા ગાળામાં વધુ ગુના બનતાં અટકાવી દેવામાં આવ્યા છે.