શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (18:30 IST)

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને 'ઉત્તમ પ્રાદેશિક એરપોર્ટ' તરીકે એસોચેમનો પ્રતિષ્ઠિત એવોર્ડ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને સોમવાર, તા.28 ફેબ્રુઆરી, 2022ના રોજ દિલ્હીમાં એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ  એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયા (એસોચેમ) નો 'ઉત્તમ પ્રાદેશિક  રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર' તરીકેનો  પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
 
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન પ્રધાન તથા અન્ય ટોચના મહાનુભવોની હાજરીમાં  એસવીપીઆઈ એરપોર્ટને તાળીઓના ગડગડાટ વચ્ચે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
 
એસવીપીઆઈ એરપોર્ટ અમદાવાદને કોવિડ માર્ગરેખાઓનું સતત પાલન કરવામાં તથા ગ્રાહકોના અનુભવમાં સતત વૃધ્ધિ કરવા  બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રવાસ કરતા સમુદાયની અને પેસેન્જરોની જરૂરિયાતનાં ક્ષેત્રો અને તેમની અગ્રતા પારખવાની તક ઝડપી લઈને એસવીપીઆઈ એરપોર્ટે કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતુ રહ્યુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ કર્યો છે.  ઈલેક્ટ્રિક બસ સર્વિસ, બહેતર રિટેઈલ વ્યવસ્થા, પેસેન્જર માટે ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સ્પોર્ટેશનના વિકલ્પો શરૂ કરવા જેવા પ્રયાસો હાથ ધર્યા છે.  આ ઉપરાંત  ટર્મિનલની અંદર તથા બહાર આરોગ્ય, સલામતિ અને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કર્યો છે.
 
13મી ઈન્ટરનેશનલ એસોચેમ  નેશનલ કાઉન્સિલ કોન્ફરન્સ  કમ એવોર્ડ ફોર સિવિલ એવિએશન એન્ડ કાર્ગો સમારંભમાં સર્વિસીસનો અપવાદરૂપ અનુભવ પૂરો પાડવા બદલ તથા પેસેન્જરોની આરોગ્ય, સલામતી અને કુશળતાની કાળજી લેવામાં અગ્રતા દાખવવાની કટિબધ્ધતા બદલ અમારા છત્રપતિ શિવાજી મહારાજા  ઈન્ટરનેશનલ એરપોર્ટ-મુંબઈને  પણ આ પ્રતિષ્ઠિત બહુમાન હાંસલ થયુ છે.
 
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને 'ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર' તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવાની સાથે સાથે એસોચેમ નેશનલ કાઉન્સિલ ઓફ સિવિલ એવિએશન  એન્ડ  એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના આ સમારંભમાં અગ્રણી એરલાઈન્સ, એરપોર્ટ ડેવલપર્સ, કાર્ગો ઈન્ડસ્ટ્રી, ફ્રેઈટ ફોર્વર્ડર્સ, ડ્રોન્સ, લોજીસ્ટીક્સ અને એમઆરઓ કંપનીઝ વગેરેનું  પ્રતિનિધિત્વ ધરાવે છે. સોમવાર, તા.28 ફેબ્રુઆરી, 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી 13મી વાર્ષિક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ કમ એવોર્ડ ઓન સિવિલ એવિએશન એન્ડ કાર્ગોનો થીમ 'ડ્રાઈવીંગ પોસ્ટ કોવિડ ગ્રોથ' રાખવામાં આવ્યો છે