Tokyo Olympics - અર્જેન્ટીનાને માત ન આપી શકી ભારતની ચક દે ગર્લ, હવે ગ્રેટ બ્રિટન સાથે બ્રોન્જ માટે થશે ટક્કર
ભારતીય મહિલા હોકી ટીમનુ પહેલીવાર ઓલંપિકના ફાઈનલમાં પહોંચવાનુ સપનુ ચકનાચૂર થઈ ગયુ છે. બુઘવારે રમાયેલ સેમીફાઈનલ હરીફાઈમાં અર્જેંટીનાએ 2-1 માત આપી. ભારત માટે ગુરજીત કકૌરે બીજી મિનિટમાં એક માત્ર ગોલ કર્યો. બીજી બાજુ અર્જેંટીના માટે કપ્તાન મારિયા બૈરિયોન્યૂવો (18મી અને 36મી મિનિટ)મા બંને ગોલ કર્યા. હવે કાંસ્ય પદક માટે શુક્રવારે ભારતનો મુકાબલો ગ્રેટ બ્રિટન સાથે થશે.
પહેલો ક્વાર્ટર સંપૂર્ણ રીતે ભારતીય ટીમને નામ રહ્યો. મેચના બીજા જ મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળી ગયો, જેને ડ્રેગ ફ્લિકર ગુરજીત કૌરે ગોલમાં ફેરવી નાખ્યો અને ભારતને 1-0ની બઢત અપાવી. ત્યારબાદ આઠમી મિનિટમાં અર્જેંટીનાની ટીમને પણ પેનલ્ટી કોર્નર મળ્યો, પણ ભારતીય રક્ષાપંક્તિએ આ તકને નિષ્ફળ બનાવી.
ઓલંપિકની સેમીફાઈનલમાં ભારતીય મહિલા હૉકી ટીમ અર્જેંટીનાની સામે રમી છે. સેમીફાઈનલના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય મહિલા ટીમએ 1-0ની જીત મેળવી છે. ગુરજીત કૌર ભારતની તરફથી પ્રથમ ગોળ કર્યો છે. તેમજ બીજા ક્વાર્ટરમાં અર્જેંટીનાની ટીમએ વાપસી કરી ગોળ કરી સ્કોરને સમાન પર પહોંચાડી દીધુ છે. ભારતીય મહિલા ટીમએ પહેલીવાર સેમીફાઈનલમાં પહોંચી છે. બીજી બાજુ એક તરફ જ્યાં ભારતીય પહેલવાન રવિ કુમાર બુધવારે બૉક્સિંગ પ્રતિયોગિતાના પુરૂષોની ફ્રી સ્ટાઈલ 57 કિગ્રા વર્ગના સેમીફાઈનલમાં કજાખ્સ્તાનના સાનાયેવ નૂરીસ્લામને હરાવીને ટોક્યો ઓલંપિકના ફાઈનલમાં પહોંચીને દીપક પુનિયા 86 કિલોગ્રામ વર્ગના સેમીફાઈનલ મુકાબલામાં યૂએસએના મૌરિસ ડેવિડ ટેલરથી 10-0થી હારી ગયા છે. રવિ દહિયાએ ભારત માટે ઓછામાં ઓછા રજત પદક પાકો કર્યો. લવલીના બોરેગોહેનનો સેમીફાઈનલમાં તુર્કીની બૉક્સર બુસેનાઝ સુરમેનેલીથી હારી ગઈ. પણ બ્રાંઝ મેડલ તેમના સરે કરવામાં સફળ રહી. લવલીના ભારતની ત્રીજી બૉક્સર બની છે જેને નામે કાંસ્ય પદક જીતવાના કમાલ કર્યો છે. મેરી કૉમ અને વિજેંદર સિંહએ ઓલંપિકમાં બૉક્સિંગમાં કાંસય પદક જીત્યો હતો. આજે ભારતીય મહિલા હૉકી ટીમનો સેમીફાઈનલ છે તે સિવાય પદકની આશા નીરજ ચોપડાથી ભાળાફેંકપ્રતિસ્પર્ધામાં છે.