રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (09:26 IST)

BREAKING, Tokyo Olympics: ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં હારી, મેડલની આશા કાયમ

ટોકિયો ભારતીય પુરુષ હોકી ટીમને પ્રથમ સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હરાવ્યું. હાર બાદ પણ ભારતની મેડલની આશા હજુ તૂટી નથી. બ્રોન્ઝ મેડલનો મુકાબલો 5 ઓગસ્ટના રોજ યોજાવાનો છે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મનીની ટીમો ટકરાશે. આ મેચમાં હારનાર ટીમ ભારત સામે ઉતરશે. ભારત 1980 પછી પહેલા મેડલની રાહ જોઈ રહ્યું છે.

 
પુરુષ વિભાગની પ્રથમ સેમિફાઇનલમાં બેલ્જિયમે શાનદાર શરૂઆત કરી હતી. બીજી મિનિટમાં લોક લુઇપર્ટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને બેલ્જિયમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ ભારતીય ટીમે વાપસી કરી. હેમરમનપ્રીત સિંહે 7 મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોરને 1-1થી બરાબરી પર લાવી દીધો. મનદીપ સિંહે 8 મી મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. બેલ્જિયમે બીજા ક્વાર્ટરમાં ફરી એકવાર કમબેક કર્યુ.  19મી મિનિટે કોર્નર  પર એલેક્ઝાન્ડર હેન્ડ્રીક્સે ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો. હાફ ટાઇમ સુધી સ્કોર 2-2ની બરાબરી પર રહ્યો.બંને ટીમોએ આક્રમક હોકી રમી અને વારંવાર વળતો હુમલો કર્યો. જો કે, ભારતીય ડિફેન્સ સામે બેલ્જિયમનું એક પણ ચાલ્યું નહીં.
 
ક્વાર્ટરમાં સતત 3 પેનલ્ટી કોર્નર
 
બીજા ક્વાર્ટરમાં બેલ્જિયમનું વર્ચસ્વ રહ્યું. બેલ્જિયમને આ ક્વાર્ટરમાં સતત 3 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તેઓ તેમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. આ પછી, 
19મી મિનિટમાં, તેને બીજો કોર્નર મળ્યો. હેન્ડ્રિક્સે તેના પર ડ્રેગ ફ્લિક સાથે ગોલ કર્યો હતો. ભારતીય ટીમને આ ક્વાર્ટરના અંત પહેલા જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. હરમનપ્રીત સિંહ ગોલ ચૂકી ગયો. ટીમ ઇન્ડિયા આ તેનો ચોથો પેનલ્ટી કોર્નર હતો.
 
વડાપ્રધાને પ્રોત્સાહિન કરતા નિહાળી મેચ 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને બેલ્જિયમ વચ્ચેની સેમીફાઇનલ મેચ જોઈ રહ્યા છે. તેમણે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી.
 
અંતિમવાર ભારતે જીત્યો હતો ગોલ્ડ 
 
ભારતીય હોકી ટીમે છેલ્લે 1980માં મેડલ જીત્યો હતો. ત્યારે ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. હવે ટોક્યોમાં ટીમને બ્રોન્ઝ મેડલની આશા છે.  અગાઉ ટીમે 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980 માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1960 માં સિલ્વર અને 1968 અને 1972 માં બ્રોન્ઝ મેડલ મળ્યા.