1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (07:57 IST)

Tokyo Olympics: ભારતીય પુરૂષ હોકી ટીમે મેદાન પર રચ્યો ઈતિહાસ તો ભાવુક થયા Commentator, વાયરલ થઈ રહ્યો છે આંખોમાં આંસુનો Video

ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) માં રવિવારનો દિવસ દેશ માટે ગૌરવાન્વિત કરનારો રહ્યો. એક બાજુ જયા બૈડમિંટન પ્લેયર પીવી સિંઘુ (PV Sindhu) એ ચીની ખેલાડીને માત અઅપીને બ્રોન્જ મેડલ પોતાને નામ કર્યો તો બીજી બાજુ ભારતીય પુરૂષ હોકી ટીમે પણ 49 વર્ષ જૂનો રેકોર્ડ તોડતા સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ. આ બંને જ સફળતા પર દેશને ગર્વનો અનુભવ કરાવી રહ્યા છે. 
 
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં  ભૂતપૂર્વ હોકી ખેલાડી ટીવી કાર્યક્રમ દરમિયાન રડતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોમાં હોકીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સુનીલ તનેજા (Sunil Taneja) અને સિદ્ધાર્થ પાંડે (Siddharth Pandey)ગ્રેટ બ્રિટન અને ભારત વચ્ચેની મેચ પર હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે.

 
વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી જ રેફરી ફાઈન સીટી વગાડે છે તો આ બંને કમેંટેટર્સ ભાવુક થઈ જાય છે. તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડે છે. આ દરમિયાન, બંને કમેંટેટર્સ  એકબીજાને પ્રોત્સાહિત કરતા પણ જોઈ શકાય છે. જે પછી ખુદને થોડા સાચવતા છેવટે તેમને આંખોમાં આંસુ સાથે મેચની સ્થિતિની કમેંટરી કરી. ઉલ્લેખનીય છે કે કે હવે ભારતીય પુરુષ હોકી ટીમ 3 ઓગસ્ટના રોજ બેલ્જિયમ સામે તેની સેમીફાઇનલ મેચ રમશે