ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (15:09 IST)

ટ્રાફીક ભંગના સામાન્ય કેસોમાં દંડ હળવો, ગંભીર ગુનાઓમાં આકરો: સોમવારે જાહેરનામુ

કેન્દ્ર સરકારે ગત 1લી સપ્ટેમ્બરથી નવો ટ્રાફીક ભંગ કાયદો લાગગુ પાડયો છે તેમાં પેનલ્ટીની રકમ અનેકગણી કરી દેવામાં આવી છે. દેશભરમાં તેનો વિરોધ ઉઠયો છે. કેટલાંક રાજયોએ તેનો અમલ નકારી દીધો છે. ગુજરાત સરકાર તેમાં બદલાવ કરીને આંશિક કરવાના મૂડમાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો સંકેત આપ્યો જ હતો કે ટ્રાફીક વ્યવસ્થા અસરકારક બને. અકસ્માતો ઘટે તેવા ઉદેશથી આકરી જોગવાઈઓ લાગુ કરાશે. સાથોસાથ વાહનચાલકોને હેરાનગતિ કે મોટો બોજ ન પડે તેની કાળજી રાખવામાં આવશે.
ટ્રાફીક નિયમભંગ બદલ તોતીંગ દંડની જોગવાઈ ધરાવતા કેન્દ્ર સરકારના નવા કાયદાને ગુજરાતમાં લાગુ પાડવાના મામલે હજુ સસ્પેન્સ પ્રવર્તી રહ્યો છે. રાજય સરકારમાં ચર્ચા-વિચારણા બેઠકનો દોર જારી રહ્યો છે અને કદાચ સોમવારે જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. માહિતગાર સૂત્રોએ એમ કહ્યું છે કે રાજય સરકાર કેન્દ્રના કાયદાનું સંપૂર્ણ અનુસરણ નહીં કરે. સામાન્ય ટ્રાફીક નિયમભંગમાં કેન્દ્રે લાગુ કરેલા કાયદા હેઠળનો દંડ ઓછો રાખવામાં આવશે. જો કે, ટ્રાફીકભંગના ગંભીર ગુનાઓમાં દંડ-પેનલ્ટીની રકમ કેન્દ્રના ધોરણે જ રાખવામાં આવશે.

રાજય સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે સરકારે શુક્રવારે બેઠક રાખી હતી. આજે પણ ચર્ચા-વિચારણાનો દોર જારી રાખવામાં આવશે. પ્રાથમીક રીતે એવુ નકકી થયું છે કે ટ્રાફીક ભંગના સામાન્ય-નાના ગુનામાં કેન્દ્રે લાગુ કરેલા દંડમાં રાહત આપવામાં આવશે. અર્થાત દંડની રકમ ઓછી રાખવામાં આવશે. જયારે નશો કરેલી હાલતમાં ડ્રાઈવીંગ, એમ્બ્યુલન્સ જેવા વાહનોને માર્ગ ન આપવા જેવા ગંભીર ગુનાઓમાં આકરો દંડ યથાવત રાખવામાં આવશે.
શુક્રવારે પરિવહન, ગૃહ, નાણાં તથા કાયદા વિભાગના અધિકારીઓની બેઠક થઈ હતી. ટ્રાફીક ભંગમાં 33 જેટલા ગુનાઓ બને છે. દરેકે દરેક નિયમ તથા તેના દંડ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ અપરાધોને સામાન્ય તથા કયા ગંભીર ગણવા તે વિશે પણ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. આજે પણ આંતરિક ચર્ચા ચાલુ રહી શકે છે અને સોમવારે નવા સુધારેલા કાયદા સંબંધી જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવી શકયતા છે.
 
કેન્દ્ર સરકારે ગત 1લી સપ્ટેમ્બરથી નવો ટ્રાફીક ભંગ કાયદો લાગુ પાડયો છે તેમાં પેનલ્ટીની રકમ અનેકગણી કરી દેવામાં આવી છે. દેશભરમાં તેનો વિરોધ ઉઠયો છે. કેટલાંક રાજયોએ તેનો અમલ નકારી દીધો છે. ગુજરાત સરકાર તેમાં બદલાવ કરીને આંશિક કરવાના મૂડમાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો સંકેત આપ્યો જ હતો કે ટ્રાફીક વ્યવસ્થા અસરકારક બને. અકસ્માતો ઘટે તેવા ઉદેશથી આકરી જોગવાઈઓ લાગુ કરાશે. સાથોસાથ વાહનચાલકોને હેરાનગતિ કે મોટો બોજ ન પડે તેની કાળજી રાખવામાં આવશે.