ફોન પર વાત કરતી છોકરી પરથી ફરી ગઈ ટ્રેન: VIDEO
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકોને એક કહેવત યાદ આવે છે કે, પ્રાણ જાયે પર ફોન ન જાયે.
માલગાડી પસાર થયા બાદ છોકરી પાટા પરથી ઉભી થઈ. મોટા ભાગે આવી ઘટનાથી લોકો વિચલીત થઈ જતાં હોય છે. પણ આ છોકરીની અંદર ડર નામની કોઈ વસ્તુ નહોતી. તેણે પહેલા પોતાનો ફોન ઉઠાવ્યો અને બાદ ફરી વાર તે ફોન પર વાત કરવા લાગી. જેના પર ત્યાં હાજર સૌ કોઈ હેરાન રહી ગયા હતા. આ વીડિયો ક્યારે અને ક્યાનો છે, તે તો નથી ખબર પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વળી બીજી બાજૂ સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લઈને કમેન્ટ ખૂબ થઈ રહી છે. એક શખ્સે તો લખ્યું હતું કે, તે સ્ત્રી છે, કંઈ પણ કરી શકે છે. તો વળી બીજાએ લખ્યું કે, સામે વાત કરનારો માણસ કેટલો મહત્વનો હશે