સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 29 જૂન 2023 (18:09 IST)

નારણપુરાના બેંક મેનેજરને કેનેડા જવુ મોંઘુ પડ્યું, ટ્રાવેલ એજન્ટ 10 લાખ લઈ રફૂચક્કર

બેંક મેનેજરે તેમની સાથે અનેક લોકોની ટિકીટ બુક કરાવીને એડવાન્સ પૈસા આપ્યા હતાં પણ ટિકીટ કન્ફર્મ થઈ નહોતી
અગાઉ કેનેડાની રિટર્ન ટિકિટ બુક કરાવી આપવાનું કહીને 16 લોકો પાસેથી 16.02 લાખ લઈ ફરાર થઈ ગયો હતો
 
વિદેશ જવાના અભરખામાં લોકો સાથે થતી છેતરપિંડીના અનેક દાખલાઓ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ એક દંપતિને તહેરાનમાં બંધક બનાવવામાં આવ્યું અને એ પહેલાં ડિંગુચાનો પરિવાર મોતને ભેટ્યો હતો. આવા અનેક દાખલાઓ હોવા છતાં વિદેશ જવાની ઘેલછા વધુ પ્રબળ બનતી જાય છે. આવો જ એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે. એજન્ટે કેનેડાની ટિકિટ બુક કરાવી આપવાનું કહીને બેન્કના મેનેજર પાસેથી રૂ.10 લાખ લઈ ઠગાઈ કરી છે. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.  
 
વાજબી ભાવે એર ટિકિટ બુક કરાવી આપી
અમદાવાદના નારણપુરામાં રહેતા એચડીએફસી બેન્કમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અશોક પટેલે ગ્રેસિયસ હોલિડે નામની ટ્રાવેલ કંપનીના માલિક નીરલ પરીખ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. અશોક પટેલને પત્ની સાથે ફેબ્રુઆરી-2023માં કેનેડા જવાનું હતું. તેમણે ગ્રિસિયલ હોલિડે ટૂરના માલિક નીરલ પાસે ટિકિટ બુક કરાવી હતી. તે વખતે નીરલે વાજબી ભાવે એર ટિકિટ બુક કરાવી આપી હતી, ત્યાર બાદ મૂકેશકુમારના પરિવારના સભ્યોને કેનેડા જવાનું હોવાથી તેમણે એક ટિકીટ1.25 લાખમાં નક્કી કરવા માટે કહ્યું હતું. અશોક પટેલે નીરલ પાસે બે ટિકિટ નક્કી કરી હતી. આ ટિકીટના પૈસા પણ અશોક પટેલે ચૂકવી દીધા હતાં. 
 
પૈસા ટ્રાન્સફર થતાં જ ટિકિટ મોકલી દેતો હતો
પૈસા જમા કરાવ્યા બાદ તેને ચેક કરવા જણાવતા નિરલે ચેક કર્યા બાદ અશોક પટેલને તે જ દિવસે એર ઈન્ડીયા એરલાઈન્સની તા-૨૭/૦૫/૨૦૨૩ની એક ટીકીટ મોકલી આપેલ હતી. ત્યારબાદ અશોકભાઈના મિત્ર નિલેષભાઈ ભાવસાર તથા તેમની પત્ની ગાયત્રીબેન તથા દિકરી પાવનીને કેનેડા જવાનુ હોય જેથી તેઓએ મને વાત કરતા મે આ નીરલ ઉર્ફે જીમી પારેખને ટીકીટ બાબતે વાત કરેલ તો તેણે ત્રણ ટીકીટના 3.34 લાખ થશે તેમ જણાવેલ જેથી નિલેષભાઈએ 95 હજાર તથા 2.40 લાખ મળી કુલ 3.35  લાખ ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ નીરલે એર ઈન્ડીયાની તા-૨૫/૦૬/૨૦૨૩ની એક ટીકીટ મોકલી આપી હતી. 
 
દર વખતે ટિકીટનો અલગ ભાવ નક્કી થતો 
ત્યાર બાદ અશોક પટેલની ફોઈ સાસુ કમુબેન ચતુરભાઈ પટેલને પણ કેનેડા જવાનુ હોવાથી તેમણે નીરલને વાત કરેલ જેથી તા-૧૭/૦ ૪/૨૦૨૩ ના રોજ વોટ્સએપ મારફતે વાત કરતા તેણે મને એક ટીકીટના 1.41 લાખ થશે તેમ કહ્યું હતું. નીરલે એર ઈન્ડીયા એરલાઈન્સની તા-૨૭/૦૫/૨૦૨૩ ની એક ટીકીટ મોકલી આપેલ તે જ દિવસે અશોક ભાઈના કાકા સસરા ૨મેશભાઈ પટેલ તથા મારા કાકી સાસુ ઈન્દુબેન પટેલને પણ કેનેડા જવાનુ હોય જેથી ઈન્કવાયરી કરવાનુ જણાવતા તેમણે નીરલને વાત કરી હતી. તેણે અશોક પટેલને ૨ ટીકીટનુ કોટેશન મોકલી આપ્યું હતું.  ત્યારબાદ તા-૨૬/૦૪/૨૦૨૩ ના રોજ રમેશભાઈ પટેલે નીરલ સાથે ફોનથી વાત કરી હતી અને મારા ફોનથી તેઓ ના પાસપોર્ટની ડિટેઈલ મોકલી આપવાનુ જણાવતા મે મારા ફોનથી રમેશભાઈ પટેલ તથા ઈન્દુબેન પટેલના પાસપોર્ટના ફોટા મોકલી આપ્યા હતાં. 
 
આખરે ટિકીટ કન્ફર્મ ના થતાં ઠગાઈનો ભાંડો ફૂટયો
ત્યારબાદ તેણે બે ટીકીટના 2.82 લાખ તેના ઉપરોક્ત ગ્રેસીયસ હોલીડેઝના ખાતામાં ભરવાનું જણાવતા રમેશભાઈ પટેલે તેના ખાતામાં આર.ટી.જી.એસ દ્રારા બે ટીકીટના 2.82 લાખ મોકલી આપ્યા હતાં. તેની સાથે વાત કરતા તેણે મને જણાવેલ કે મારા ખાતામાં પૈસા આવી ગયેલ છે અને આવતી કાલે ટીકીટ મોકલી આપીશ તેમ જણાવેલ પરંતુ આજદિન સુધી ટીકીટ મને મોકલી આપેલ નથી ત્યારબાદ મારા મિત્ર જગદીશભાઈ પટેલે નીરલ પાસે તા-૨૭/૦૪/૨૦૨૩ ના રોજની કેનેડા જવાની ટીકીટ કરાવેલ હતી પરંતુ તે ટીકીટ કન્ફર્મ થયેલ ન હોય અને તે ફોન ઉપાડતો ન હોય જેથી તેઓનો દિકરો કેયુર પટેલ નીરલના ઘરે ગયેલ તો ત્યાંથી તેને જાણવા મળેલ કે આ નીરલ તેના ઘરેથી ક્યાંક ભાગી ગયેલ છે. તેણે ઘણા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.