અમદાવાદમાં પતિએ ટ્રિપલ તલાક આપતાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

Last Modified ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (11:31 IST)
અમદાવાદના કારંજ વિસ્તારમાં પતિએ પત્નીને ત્રણવાર તલાક કહી તલાક આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇ પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર બાદ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેને પગલે પત્નીએ કારંજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસની ધમકીની ફરિયાદ નોંધાવી છે.
કારંજ ખાસ બજારમાં આવેલી પારસ ગલીમાં રહેતી સનાબાનુ મહેબુબહુસેન શેખ નામની મહીલાના લગ્ન 2015માં મહેબુબ હુસેન સાથે થયા હતા. લગ્ન બાદ સનાબાનુ પતિ, જેઠ, જેઠાણી સહીતના સાસરીયાઓ સાથે રહેતી હતી લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીઓ થઈ હતી જેથી પતિ મહેબુબભાઈ મારે દીકરો જાઈતો હતો કહીને મ્હેણાં ટોણા મારતા હતા જેમાં નણંદ નાજા પણ સાથ આપતી હતી ઉપરાંત જેઠ જેઠાણી પણ પતિનો સાથ આપી તેને હેરાન પરેશાન કરતા હતા. વધુમાં સનાબાનુના પિતાએ દાગીના વેચીને તેને તથા પતિને રંગરેજની પોળ પટવા શેરી ખાતે મકાન લઈ આપ્યુ હતું જેના હપ્તા ચાલુ હતા જે માટે પણ મહેબુબભાઈએ સનાબાનુને તેના પિતા પાસેથી લોન લાવવા દબાણ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ અંગે સનાબાનુના પિતાએ મહેબુબભાઈને ઠપકો આપતા તેમણે તલ્લાક આપી દેવાની ધમકી આપી હતી જેથી સનાબાનુને લાગી આવતા તેમણે પિતાના ઘરે જ બાથરૂમમાં જઈ શરીરે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેણે ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સારવાર માટે એસવીપી હોસ્પીટલમાં લાવવામાં આવી હતી જયાં પોલીસને જાણ કરવામાં આવતા સનાબાનુએ પતિ, જેઠ, જેઠાણી તથા નણંદ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા કારંજ પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી સનાબાનુના પરિવારજનોએ આક્ષેપ કર્યો છેકે, મહેબુબભાઇએ સનાબાનુને ત્રણવાર તલાક બોલી અને તલાક આપી દીધો


આ પણ વાંચો :