રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (19:35 IST)

જૂનાગઢના વંથલી નજીક બે બસ અને કાર ધડાકાભેર અથડાઈ, 15 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત

junagadh news
junagadh news

જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થિનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર 15 વિદ્યાર્થિનીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ત્રણેય વાહનોમાં ભારે નુકસાની જોવા મળી હતી. અકસ્માતના પગલે રાહદારીઓએ ઘટનાસ્થળ પર ઉભા રહીને વિદ્યાર્થીઓને બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કરાયો હતો.

ઘટનાસ્થળ પર ટ્રાફિકજામ થતા પોલીસે પહોંચી વાહનાવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. ઘાયલ થયેલા વિદ્યાર્થિનીઓને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુાકના આસોદર ગામના વિદ્યાર્થિનીઓને પ્રવાસે લઈને નીકળેલી બસ આજે સાંજે સોમનાથથી પરત ફરી રહી હતી ત્યારે વંથલી નજીક અન્ય એક બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ધડાકાભેર અકસ્માત થતા બસમાં સવાર વિધાર્થિનીઓમાં દેકારો બોલી ગયો હતો. અક્સમાતના પગલે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનના ચાલકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીઓને અકસ્માતગ્રસ્ત બસમાંથી બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. 15 જેટલી વિદ્યાર્થિનીઓને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં બંને બસમાં મોટું નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી.