ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરતઃ , શનિવાર, 15 જુલાઈ 2023 (15:00 IST)

Surat News - સુરતમાં કુમળી વયના બે બાળકોના મોત, એકને ઉલ્ટીઓ થઈ અને બીજાનું શરીર ઠંડુ પડી ગયું હતું

surat civil hospital
surat civil hospital
બંને બાળકોના માતા પિતાના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ
બંને પરિવારમાં મૃતક બાળકો એકનો એક દીકરો હતાં
 
શહેરમાં બે નાની વયના બાળકોના બીમારીને કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. બંને બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યાં છે. સુત્રો એવું કહે છે કે એક બાળકનું તો હોસ્પિટલ જતાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બંને બાળકો પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી છે. 
 
એક બાળકને ઉલ્ટી થઈ તો બીજાનું શરીર ઠંડુ પડી ગયું
પ્રાપ્ત વિદતો પ્રમાણે શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા રાજેશ શાહ ડોઈંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને એક નાનો દીકરો છે. તેમના દીકરાને રાત્રે અચાનક ઉલ્ટીઓ થવાનું શરૂ થયું હતું. આ બાળકના પિતાએ મીડિયાને કહ્યું હતું કે, તેમના બાળકને કોઈ બિમારી નહોતી પણ રાતના સમયે અચાનક ત્રણથી ચાર વખત ઉલ્ટીઓ થઈ હતી. બીજા કેસમાં પાંડેસરાના ભક્તિનગરમાં રહેતા સુનિલ કુમારના દીકરાની કિડનીની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન આજે સવારે તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. 
 
બાળકોના મોતથી હોસ્પિટલમાં પણ કરૂણ દ્રશ્યો સર્જાયા
સુનિલ તેમના દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી દયા હતાં. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પરિવારમાં પણ એકનો એક દીકરો હોવાથી શોકનો માહોલ છવાયો હતો. બંને બાળકોના મોતથી હોસ્પિટલમાં પણ કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. બંને બાળકોના મોતથી માતા પિતામાં આક્રંદ જોવા મળ્યું હતું. જેને લઈને હોસ્પિટલમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.