અરવલ્લી: ટ્રકની ટક્કરે ટેમ્પાની કેબિનનો ક્ચ્ચરઘાણ વળી ગયો, બેનાં મોત

accident
અરવલ્લી:| Last Modified શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (17:31 IST)
મોડાસાના હજીરા વિસ્તારમાં અકસ્માતમાં બેના મોત થયા છે. ટ્રક-ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ટેમ્પોમાં બેઠેલ બેના ઘટનાસ્થળે મોત થયા છે. મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસરા, મોડાસા તાલુકાના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત પવન ઓટો સામે સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોમાં સવાર બે લોકોનાં સ્થળ પર જ મોત થઈ ગયા હતા. ત્યારે આ મામલે મોડાસા ટાઉન પોલીસે બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક સાથે અકસ્માત બાદ ટેમ્પોની કેબિન કચડાઈ ગઈ હતી.


આ પણ વાંચો :