શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું તમારા બાળકનો જન્મ શ્રાવણ મહિનામાં થયો છે? ભગવાન શિવથી પ્રેરિત આ શુભ નામ રાખો
બાળકના જન્મ પછી, માતા-પિતા નામકરણ પરંપરા વિશે ખૂબ જ ઉત્સાહિત હોય છે. એટલું જ નહીં, ઘણી વખત માતા-પિતા તેમના પ્રિય બાળક માટે અગાઉથી નામોની યાદી તૈયાર કરે છે. એવું કહેવાય છે કે નામનો વ્યક્તિ પર ઊંડો પ્રભાવ પડે છે.
Pregnancy Care tips - ગર્ભાવસ્થા દરમિયાન આ ભૂલ ન કરો, નહીં તો રક્તસ્રાવનું જોખમ વધી શકે છે, પછી તમને જીવનભર પસ્તાવો થશે
જો માલિશ કરતી વખતે દબાણ કરવામાં આવે છે, તો આ જ કારણ છે કે તમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. યોગ્ય સ્થિતિમાં હોવા છતાં, દબાણ લાગુ કરવાથી સમસ્યાઓ થઈ શકે છે.
આજે રાત્રે રાત્રિભોજન માટે આ સરળ રેસીપીથી મખાના કાજુ કઢી બનાવો, તમારા પરિવારને આંગળીઓ ચાટતા રહેશે.
તમે મખાના કાજુ કઢીમાં પનીર પણ ઉમેરી શકો છો, આ શાકભાજીનો સ્વાદ વધુ વધારશે. જો તમે તેને છોડી દો, તો કોઈ સમસ્યા નથી, કારણ કે કાજુને કારણે શાકભાજીનો સ્વાદ સારો બને છે.
Ganesh Chaturthi - ગણેશજીએ ઉંદરને પોતાની સવારી કેમ બનાવી?
Ganesh kids story- દંતકથા અનુસાર, એકવાર દેવરાજ ઈન્દ્ર તેમની સભામાં કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા
જીરું vs અજમાનુ પાણી... વજન ઘટાડવામાં કયું વધુ ફાયદાકારક છે?
આપણા રસોડામાં હાજર મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જીરું અને અજમો પણ તેમાંથી એક છે. જે ગેસ અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓ તેમજ વજન ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. પરંતુ વજન ઘટાડવામાં જીરું અને અજમા નું પાણી કયું વધુ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના વિશે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - મમ્મી, ગઈ રાત્રે હું બાથરૂમ ગયો ત્યારે શું થયું હતું ખબર છે
સોનુ- મમ્મી, ગઈ રાત્રે હું બાથરૂમ ગયો ત્યારે શું થયું હતું ખબર છે? મમ્મી- શું થયું? સોનુ- બાથરૂમનો દરવાજો ખોલતાની સાથે જ
અમિતાભ બચ્ચનનો બંગલો પણ વરસાદના કહેરથી બચી શક્યો નહીં, 'પ્રતિક્ષા' પાણીમાં ડૂબી ગઈ, લોકો હાલત જોઈને ચોંકી ગયા
અમિતાભ બચ્ચનનો બંગલો પણ વરસાદના કહેરથી બચી શક્યો નહીં, 'પ્રતિક્ષા' પાણીમાં ડૂબી ગઈ, લોકો હાલત જોઈને ચોંકી ગયા
Hawa Mahal ની મુલાકાત સવારે લેવી જોઈએ કે સાંજે? શ્રેષ્ઠ સમય જાણો અને મુલાકાત લેવાની યોજના બનાવો
રાજધાની જયપુરનું હૃદય કહેવાતા હવા મહેલ, તેની રચનાને કારણે લોકોને આકર્ષે છે. જયપુર પહોંચતા બધા લોકો હવા મહેલની મુલાકાત ચોક્કસ લે છે.
Param Sundari Trailer: સિદ્ધાર્થ-જાન્હવીની ફિલ્મ 'પરમ સુંદરી'નું ટ્રેલર રિલીઝ... દક્ષિણ અને ઉત્તરના જોડાણની આ મજેદાર પ્રેમકથા કોમેડી, ડ્રામા અને ભાવનાઓથી ભરેલી છે, રિલીઝ તારીખ જાણી લો
સિદ્ધાર્થ-જાન્હવીની ફિલ્મ 'પરમ સુંદરી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ બંને પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળી રહ્યા છે. ચાહકોને બંનેની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. જોકે, ટ્રેલરના પહેલા સીન પર લોકો વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઇન્દોરના 5 પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વિશે જાણો જે તે સ્થળની ઓળખ બની ગયા છે...
1. જ્યારે ઇન્દોરની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા જીભ પર "પોહા-જલેબી" આવે છે. 2. પણ સાહેબ, ઇન્દોરની શેરીઓમાં છુપાયેલા ઘણા એવા ખોરાક છે જે તમારી ભૂખ સંતોષશે અને તમારું હૃદય પણ જીતી લેશે.
ધર્મ
Hartalika Teej 2025: જો કેવડા ત્રીજના દિવસે પીરિયડ્સ આવી જાય તો શુ કરવુ ?
Kevda Teej 2025: કેવડા ત્રીજ 2025 નું વ્રત પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે. પરંતુ જ્યારે આ વ્રત માસિક ધર્મ દરમિયાન પડે છે, ત્યારે મહિલાઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે તેનું પાલન કેવી રીતે કરવું. પરંપરા, શાસ્ત્રીય માન્યતાઓ અને આધુનિક દ્રષ્ટિકોણથી યોગ્ય ઉકેલ જાણો.
Ganesh Chaturthi 2025: આ વિધિથી કરો ગણપતિની સ્થાપના, જાણો શુભ મુહુર્ત અને પૂજાની યોગ્ય રીત
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં દરેક તહેવારનુ વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ગણેશ જન્મોત્સ્વના રૂપમા ઉજવાય છે. વર્ષ 202 5 માં 27 ઓગસ્ટથી આ તહેવારની શરૂઆત થઈ રહી છે. અહી વાંચો સંપૂર્ણ વિધિ.
Ganesh Chaturthi - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું. એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા.
Ganesh Chaturthi - ગણેશજીએ ઉંદરને પોતાની સવારી કેમ બનાવી?
Ganesh kids story- દંતકથા અનુસાર, એકવાર દેવરાજ ઈન્દ્ર તેમની સભામાં કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા