ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (16:41 IST)

તુર્કીમાં ઉત્તર ગુજરાતના બે પરિવાર ગાયબ, પૈસા માગી આત્યાચાર કરાયાના વીડિયો ફરતા થયાં

કેનેડામાં ચાર ગુજરાતીઓના 35 ડિગ્રીમાં થીજી જવાથી મોત થયાની ઘટના બાદ વિદેશ મોકલતા એજન્ટોના ગ્રૂપમાં વધુ એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. જે પગલે વિદેશ જનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે વીડિયો વાઈરલ થયો છે, 
 
તેમાં પહેલે પૈસૈ ઓકે કરો.. પૈસૈ ઓકે કરો...જેવા વાક્યો બોલવામાં આવી રહ્યા છે અને કૂરતાપુર્વક વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.  આ વીડિયો અંગે પોલીસ તપાસ કરી રહી હોવાનું સીઆઇડી ક્રાઈમના સૂત્રો દ્વારા જણાવવામા આવ્યું છે.