ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (12:02 IST)

પાટડીમાં મજૂરો ભરીને જતાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, 15 ઘાયલ

Tractor and truck accident
પાટડીના અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઇ રહેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા મજૂરોની ચિચિયારીથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.

પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ટ્રેકટર લઈને મજૂરી કામ અર્થે ખેતરે જઈ રહ્યા હતા, તે સમયે સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા ટ્રેલરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર સાથે મજૂરો ભરેલા ટ્રેકટરને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામા ઘટનાસ્થળે જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં 15થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતના પગલે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે રક્તરંજીત બન્યો હતો.પાટડીના માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતા બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા અને ગોવિંદભાઇ ભરવાડ સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો.