શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જુલાઈ 2020 (15:11 IST)

સૌરાષ્ટ્રથી અમદાવાદ બસોના મુસાફરોના ચેકિંગમાં લાંબી લાઈનો લાગી

અમદાવાદમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશતા મુસાફરોનું હાઇવે ઉપર જ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી આવતી સરકારી-ખાનગી બસનું ચેકિંગ ચુસ્ત બનાવ્યું છે. ચેકીંગ માટે મુસાફરોની લાંબી લાઈન છે. કેટલાય મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસના સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

એએમટીએસ ના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે. જમાલપુર એએમટીએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ટેસ્ટીંગ શરૂ કરાયા છે. દરેક વિભાગના મળી 4000 કર્મીઓનો ટેસ્ટ કરાશે.સુરત અને અન્ય જિલ્લાઓમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે.