ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેનાં મોત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેમા રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે, જ્યારે વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.
થોડા દિવસ પહેલા જ રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડતાં અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં નાની ઉંમરે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણીનું આજે મોત નીપજ્યું હતુ.
ત્યારે આજે રાજકોટથી વધુ એક યુવાનનું મૃત્યુનો સમાચાર આવ્યો છે રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટે એટેક આવતા તેઓનો હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા
તે પછી અન્ય એક બનાવ વિશે વાત કરીએ વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર, MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.