1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (16:55 IST)

ડેટિંગ એપ યુઝ કરતાં પહેલાં ચેતજો, યુવક યુવતીને હોટેલમાં લઈ ગયો પછી જે થયું તે ખતરનાક હતું

યુવતીએ યુવકને મળવા બોલાવ્યો બંને જણા હોટેલમાં ગયા યુવક રૂમમાં સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે યુવતીએ તેનો અસલી રંગ બતાવ્યો
 
એલીસબ્રિજ પોલીસે યુવકની ફરિયાદના આધારે બંને યુવતીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે
 
અમદાવાદઃ શહેરમાં છેતરપિંડી અને હનીટ્રેપના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી પૈસા પડાવવાનું મોટું નેટવર્ક ચલાવતી ગેંગો સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરમાં એક યુવકે ડેટિંગ એપમાં પોતાનો મોબાઈલ નંબર નાંખતા તેના વોટ્સએપ નંબર પર કોલ આવ્યો હતો. સામેથી બોલતી યુવતીએ કહ્યું હતું કે હું વસ્ત્રાપુરમાં છું મળવું હોય તો તમારુ લોકેશન મોકલો. જેથી યુવકે તેનું લોકેશન મોકલીને યુવતી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ બંને જણા હોટેલમાં ગયા હતાં. જ્યાં યુવતીએ યુવકના પર્સમાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા અને લેપટોપ પણ લઈ લીધું હતું. તેણે યુવકને ધમકી આપી હતી કે અમે ટ્રાન્સજેન્ડર છીએ તું અમારૂ કશું બગાડી નહીં શકે. ત્યાર બાદ ધમકી આપીને યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. યુવકે પોલીસને બોલાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
ડેટિંગ એપમાં નંબર નાંખતાં જ ફોન આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમીન રાજેંદ્ર પ્રસાદ અમદાવાદમા એક કંપનીમા ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ તેઓ એપ્સીલોન હોટલમા હાજર હતાં અને તેમના મોબાઇલમા મેહીન્જ નામની (ડેંટીંગ પ્લેટફોર્મ) એપ્લીકેશનમા તેમનો નંબર નાંખ્યો હતો અને ત્યાર બાદ થોડી વાર રહીને વોટસેપ નંબર ઉપરથી વોટસએપ કોલ આવ્યો હતો. કોલમાં હું મીરા બોલુ છુ અને દીલ્લીથી આવી છું અને મેકઅપ આર્ટીસ્ટનુ કામ શીખું છુ. અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહુ છુ અને મળવુ હોય તો તમારૂ લોકેશન મોકલો. જેથી તેમણે હોટલની બહાર આવીને લોકેશન મોકલ્યું હતું. 
 
તેની એક બીજી મીત્ર પણ હોટેલના રૂમમાં આવી
ત્યાર બાદ સાંજના ચારેક વાગ્યે મીરા નામની છોકરી લોકેશન વાળી જગ્યાએ આવી હતી. તેણે ફરિયાદીને કહ્યું હતું કે આપણે કોઇ હોટલમા જઇને વાતો કરીએ જેથી તેઓ એપેક્ષ નામની હોટલમાં ગયા હતા અને બાદમા હોટલમાં રૂમમાં ગયા બાદ ફરિયાદી ન્હાવા માટે બાથરૂમમા ગયા હતાં અને બહાર આવ્યા બાદ મીરા એ તેમનો ટોવેલ ઉતારી નાંખ્યો હતો. તેણે રૂમનો દરવાજો ખોલી નાંખ્યો હતો.  તે દરમ્યાન તેની એક બીજી મીત્ર પણ અંદર આવી હતી તેઓ બન્નેએ ફરિયાદીના પર્સમાથી રોકડા રૂપીયા નવ હજાર બળજબરી પૂર્વક કાઢી લીધા હતાં અને બાદમા આ બન્ને ફરિયાદી પાસે બીજા વધુ પૈસા માંગવા લાગી હતી. 
 
ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરતા પોલીસ આવી
ફરિયાદીએ વધુ પૈસા આપવાની ના પાડતા આ છોકીઓએ રૂમમા રહેલ ફરિયાદીની કાળા કલરની લેપટોપ બેગમાંથી લેપટોપ લઇ લીધેલ અને  ફરિયાદીને કહ્યું હતું કે, અમે ટ્રાન્સજેન્ડરછીએ અને તુ અમારુ કંઇ બગાડી શકીશ નહી. તુ અમને બીજા પૈસા આપ નહીતર અમો તને જોઇ લઇશું તેમ કહી તેઓ ફરિયાદી પાસેથી બળજબરથી કઢાવી લીધેલ પૈસા તથા લેપટોપ વાળી બેગ લઇ અને રૂમની બહાર નીકળી ગઈ હતી. ફરિયાદી તેઓની પાછળ પાછળ રૂમની બહાર આવેલ ત્યારે આ બન્ને પોતે પહેરેલા કપડા ઉચા કરી બિભત્સ વર્તન કરવા લાગેલ અને જણાવેલ કે અમારી પાછળ આવતો નહી નહીતર તને જોઇ લેશુ તેવી ધાક ધમકી આપી ત્યાંથી નાસી ગયેલ. ત્યાર બાદ ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરતા પોલીસ આવી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી હતી.