જાણો ગુજરાતમાં કેટલા બેરોજગાર નોંધાયા અને દરવર્ષે કેટલો વધારો થાય છે.

Unemployment
Last Modified શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (14:36 IST)
બેરોજગારીની સમસ્યા વિશે જબરો ઉહાપોહ છે ત્યારે રાજય સરકારના વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં માત્ર 4.05 યુવકો જ બેરોજગાર છે. શાળા-કોલેજોના અભ્યાસ બાદ દર વર્ષે 1.25 યુવાનો નોકરીની તલાશમાં ઉમેરાતા જાય છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાનારા સેમીનારની વિગતો જાહેર કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગમાં અધિક સચિવ વિપુલ મીત્રાએ જણાવ્યું હતું કે 2015માં ગુજરાતમાં 7.80 લાખ બેકારો નોંધાયેલા હતા. રોજગાર કચેરીઓમાં નોંધાયેલા બેકાર યુવાનોની સંખ્યા હવે માત્ર 4.05 લાખની છે. આઈટીઆઈ જેવી ટેકનીકલ શિક્ષણ સંસ્થાનોમાં હવે રોબોટીક, 3ડી ડીઝાઈન જેવા નવા અભ્યાસક્રમો દાખલ કરવાની તૈયારી છે તેના આધારે ઉદ્યોગજગતની જરૂરિયાતને અનુરૂપ કુશળ રોજગારી મળી શકશે. રોજગાર મંત્રાલય દ્વારા 20મીએ મહાત્મા મંદિર ખાતે ખાસ સેમીનાર યોજવામાં આવનાર છે જે વાઈબ્રન્ટ સમીટના ભાગરૂપે હશે. 28 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી કેમ્પસ પ્લેસમેન્ટ યોજવામાં આવી છે. અનેક ઉદ્યોગમાલીકોએ નોંધ કરાવી છે.
 
 
 
 આ પણ વાંચો :