રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 મે 2023 (17:48 IST)

ગાંધીનગરમાં બિનવારસી કારમાં હથિયાર મળી આવ્યા, પોલીસે 2 રિવોલ્વર, 300 કારતૂસ જપ્ત કર્યા

Uninherited car found in gandhinagar
Uninherited car
Uninherited car found in gandhinagar - રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી હથિયાર મળી આવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના સરગાસણમાં આવેલા એક ફ્લેટના બેઝમેન્ટમાં આ બિનવારસી કાર મળી આવી હતી. હાલ પોલીસે આ કારમાંથી પોલીસે 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે એક ફ્લેટના બેઝમેન્ટ પાર્ક કરેલી બિનવારસી કારમાંથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. સુત્રો માંથી મળતી જાણકારી અનુસાર ગાંધીનગરના સરગાસણમાં આવેલ એક ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી બિનવારસી કારમાંથી રિવોલ્વર, દેશી કટ્ટા અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં બિનવારસી કાર મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. પાર્ક કરેલી આ બિનવારસી કારમાં કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી દેશી બનાવટના હથિયારો મળી આવ્યા હતા. 300 જેટલા જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી હતી અને હાલ આ મામલે તપાસ કરી રહી છે.