ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 જૂન 2021 (19:54 IST)

વેપાર-ધંધા ફરી ધમધમશે - મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય: શુક્રવારથી 36 શહેરોમાં મળશે છૂટ, જાણો કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો

- વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે
- 36 શહેરો માટે રાજ્ય સરકારનો રાહત આપનારો નિર્ણય
- 4 જૂનથી સવારે 9 થી સાંજે 6 ખુલ્લી રાખી શકાશે દુકાનો
- રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધી હોમ ડિલિવરીની છૂટ
- 4 થી 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ  દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6  વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
 
મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ  નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે  રેસ્ટોરન્ટ  દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
 
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ  36 શહેરોમાં 4  જૂન થી  11 જૂન સુધીના દિવસો  દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે