રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (12:56 IST)

કમોસમી વરસાદએ મચાવ્યો કહેર

Weather In Ahmedabad
કમોસમી વરસાદએ મચાવ્યો કહેર- વડોદરા જિલ્લાના ડભોઇમાં કમોસમી વરસાદ શરુ થયો છે. કમોસમી વરસાદનું આગમન થતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસ્યો છે.  રાજપીપળામાં કમોસમી વરસાદનર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ વરસ્યો છે. 
 
કપાસ અને તુવેરના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. સતત અડધો કલાક વરસાદ પડતા ચોમાસાનો માહોલ સર્જાયો છે. 
 
હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.  તે બાદનાં 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જીલ્લાની વાત કરીએ તો નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.