શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2023 (18:08 IST)

ગુજરાતમાં અનેક વિસ્તારમાં વાદળોની ગર્જના બાદ કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

rashifal
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. સવારે અને રાત્રે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આ તરફ હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. આ તરફ હવે સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ સાથે પંચમહાલ, ખેડા અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  

 
અમદાવાદના પૂર્વના વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં શહેરના અનેક વિસ્તારમાં વાદળોની ગર્જના બાદ વરસાદ શરૂ થયો હતો. વરસાદી ઝાપટાને પગલે ગોરના કૂવા કેનાલ રોડ પર સાઈડમાં પાણી ભરાયાં હતા. આ સાથે ઈસનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોત્સવમાં વરસાદમાં ભોજનની થાળીઓ સાથે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી