શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:31 IST)

ઉન્નવ હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાંટમાં લાગી આગ, SDRF અને એયરફોર્સની ટીમ પહોચી

હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાંટમાં ધમાકો થયા પછી ઘટના સ્થળ પર સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોસ ટીમ પહોંચી ગઈ છે.  એસડીઆરએફની 15 સભ્યોની ટીમ પ્લાંટની તપાસ કરી રહી છે.   બીજી બ અજુ એયરફોર્સની ફાયર ગાડી પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ ક હ્હે. લખનૌ ફાયર બિગ્રેડની 4 ગાડીઓ ઉન્નવ પહોંચી ગઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે કોતવાલી ઉન્નવના દહી ચોકી સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાંટમાં બુધવારે અચાનક ટાંકી ફાટવાથી આગ લાગી ગઈ છે. તેજ ધમકા સાથે લાગેલ આગ પછી પ્લાંટમાં ભગદડ મચી ગઈ ક હ્હે.  એવુ કહેવાય રહ્યુ છેકે ટેંકનો વોલ્વ લીક થયા બાદ બ્લાસ્ટ તહ્યો. 
પ્લાન્ટની આસપાસ ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવતા અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. હાલમાં પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્લાન્ટમાં લીકેજ બંધ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામા આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.